ભારતીય રાજકારણમાં નાટકીય અને ચમત્કારિક ઘટનાઓનું મહત્વ હવે એક નવી જ રાજનીતિ તરીકે લોકપ્રિય
આજકાલ ભારતીય રાજકારણમાં નાટકીય અને ચમત્કારિક ઘટનાઓનું મહત્વ હવે એક નવી જ રાજનીતિ તરીકે લોકપ્રિય થઈ રહ્યું છે. આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે NDA પક્ષે દ્રોપદી મુર્મુની પસંદગીની જાહેરાત કરી ત્યારે સમગ્ર ભારતમાં સાંપ્રત રાજનીતિનો એક નવો સકારાત્મક પડઘો સંભળાયો હતો. આ પડઘા પૂર્વે ગુજરાતમાં આખેઆખા મંત્રી મંડળનું રાજીનામું એક અણધારી ઘટના તરીકે આવી પડ્યું અને એ ઘટનાના સમાચાર
આજકાલ ભારતીય રાજકારણમાં નાટકીય અને ચમત્કારિક ઘટનાઓનું મહત્વ હવે એક નવી જ રાજનીતિ તરીકે લોકપ્રિય થઈ રહ્યું છે. આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે NDA પક્ષે દ્રોપદી મુર્મુની પસંદગીની જાહેરાત કરી ત્યારે સમગ્ર ભારતમાં સાંપ્રત રાજનીતિનો એક નવો સકારાત્મક પડઘો સંભળાયો હતો.
આ પડઘા પૂર્વે ગુજરાતમાં આખેઆખા મંત્રી મંડળનું રાજીનામું એક અણધારી ઘટના તરીકે આવી પડ્યું અને એ ઘટનાના સમાચારથી લોકહદયમાં ઉઠેલા આંદોલનો હજી તો સમ્યા જ નહોતા ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આખેઆખું મંત્રીમંડળ રચાવાની ઐતિહાસિક ઘટનાએ સહુને ચમકાવી દીધેલા. આવી ઘટનાઓથી ભારતીય રાજકારણમાં ગમે ત્યારે, ગમે તે અણધારી ઘટના કે પરિવર્તન રાજનીતિના માધ્યમથી આવી શકે છે તે વાત પુરવાર થઈ ગઈ.
ગઈકાલે છેલ્લા દસ દિવસથી મહારાષ્ટ્રમાં ઉભું થયેલું રાજકીય સંકટ છેલ્લા દિવસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાં પછી સહુ માનવા લાગ્યા કે, હવે પછીના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હશે. આગલા દિવસે ભારતીય જનતા પક્ષના અનેક કાર્યકરો દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવીને આગોતરા અભિનંદન પણ પાઠવ્યાં હતાં પણ તે જ રાત્રે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક અણધાર્યા ચમત્કારે સહુને ચોંકાવી દીધા.
છેલ્લી ઘડીએ ફડણવીસને બદલે શિવસેનાના એકનાથ શિંદેની મુખ્યમંત્રીના પદ માટેના નામની જાહેરાત અને એ પછી ગણતરીના કલાકોમાં જ તેમની મુખ્યમંત્રી પદની શપથવિધિ થઈ જતાં બધાં જ રાજકીય પંડિતોના અનુમાનો અવળા પડ્યા અને ભારતીય રાજનીતિમાં એક વધુ “ચમત્કારે” રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા.
Advertisement