Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વ્યારા નગરની આગવી ઓળખ સયાજી સર્કલ જર્જરીત હાલતમાં

તાપી જિલ્લાનાં વ્યારા નગરની આગવી ઓળખ ગણાતું સયાજી સર્કલ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સ્મારકનું સર્કલ છે જે સર્કલ હાલ વ્યારા નગરપાલિકા દ્વારા માવજતનાં કરતાં જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે આ સર્કલ જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.રાવ ગાયકવાડજીનું સ્મારકગાયકવાડી શાસનનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેમના ભૂતકાળનાં શાસનમાં વ્યારા સહિતનો વિસ્તારનો પણ સમાવેશ àª
વ્યારા નગરની આગવી ઓળખ સયાજી સર્કલ જર્જરીત હાલતમાં
તાપી જિલ્લાનાં વ્યારા નગરની આગવી ઓળખ ગણાતું સયાજી સર્કલ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું સ્મારકનું સર્કલ છે જે સર્કલ હાલ વ્યારા નગરપાલિકા દ્વારા માવજતનાં કરતાં જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે આ સર્કલ જાળવણી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રાવ ગાયકવાડજીનું સ્મારક
ગાયકવાડી શાસનનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેમના ભૂતકાળનાં શાસનમાં વ્યારા સહિતનો વિસ્તારનો પણ સમાવેશ થતો હતો ત્યારે વ્યારા નગર પાલિકાના પૂર્વ શાસકો દ્વારા નગરની શોભા વધારવા માટે નગરમાં ગાયકવાડી શાસનનાં મહારાજા સાયાજી રાવ ગાયકવાડજીનું સ્મારકનું સર્કલ નિર્માણ કરવામાં આવ્યું હતું.
સર્કલ ધુળ ખાતું જર્જરિત
આ સર્કલ સયાજી સર્કલ તરીકે નગરમાં પ્રચલિત છે ત્યારે હાલ વ્યારા નગરપાલિકા દ્વારા આ નગરની શોભા ગણાતું સર્કની માવજતનાં થતાં હાલ જર્જરિત હાલતમાં નજરે પડી રહ્યું છે જેમાં આ સયાજી સર્કલ પાસેથી રોજનાં હજારો મુસાફરો પ્રસાર થતાં હોઈ છે અને તેમની નજરે નગરનું શોભા ગણાતું સયાજી સર્કલ ધુળ ખાતું જર્જરિત નજરે પડતું હોય છે.
જાળવણીની લોકમાંગ
પરંતુ આ સર્કલથી માત્ર 500 મીટર દૂર વ્યારા નગરપાલિકા આવેલ છે જેમાં પાલિકા આવતાં જતાં શાસકો અને જવાબદાર અધિકારીઓની નજર જાણે આ સર્કલથી રોજબેરોજ ચૂકી હતી હોઈ છે તેવું લાગી રહ્યું છે ત્યારે નગરનાં જાગૃત નાગરિક હવે માંગ કરી રહ્યા છે કે વ્યારા નગરપાલિકા શાસકો દ્વારા નગરની શોભા સમાન ગણાતા આ સયાજી સર્કલનું જાળવણી કરવામાં આવે.
સર્કલની જાળવણી થાય તેવી નગરનાં જાગૃત નાગરિકો
વ્યારા નગરના સયાજી સર્કલ જોડેથી દિવસ દરમ્યાન હજારો લોકો મુસાફરી કરી આ જર્જરિત હાલતમાં સર્કલને જોતા હોય છે આ સર્કલની શોભા વધારવા માટે મૂકવામાં આવેલ ફૂલના છોડ પણ વેરવિખેર જોવા મળ્યા ત્યારે અને રાત્રિ દરમિયાન સર્કલની શોભા વધારતી લાઇટ પણ બંધ હાલતમાં નજરે પડી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકા દ્વારા આ અહેવાલ બાદ આ નગરની શોભા વધારતા મહારાજા સયાજી રાવ ગાયકનું સર્કલની માવજત કરે છે કે નહિ તે હવે જોવાનું રહ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.