Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશન કામગીરી પૂર્ણતાને આરે, CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાશે

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે, અને ટુંક સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે જેને લઈને ધારાસભ્ય સંજય કોરડીયાએ અંતિમ તબક્કામાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી, ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો નવા રૂપરંગ સાથે જોવા મળશે અને શહેરીજનો તથા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું મળશે.ઐàª
01:02 PM Feb 08, 2023 IST | Vipul Pandya
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની રિસ્ટોરેશનની કામગીરી હવે પૂર્ણતાના આરે છે, અને ટુંક સમયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવનાર છે જેને લઈને ધારાસભ્ય સંજય કોરડીયાએ અંતિમ તબક્કામાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી, ઉપરકોટનો ઐતિહાસિક કિલ્લો નવા રૂપરંગ સાથે જોવા મળશે અને શહેરીજનો તથા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું મળશે.
ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો તદન જર્જરીત
જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો તદન જર્જરીત હાલતમાં હતો અને તેની જાળવણી જરૂરી હતી. અનેક રજૂઆતો અને લોક લાગણીને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ દ્વારા ઐતિહાસિક ઈમારતોને તેના મુળ સ્વરૂપમાં લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત તા. 16/07/2020 ના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તે સમયના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગાંધીનગરથી આ રિસ્ટોરેશન કામગીરીનુંઈ તકતીના માધ્યમથી ખાતમુહૂર્ત કર્યુ હતું.
સરકાર દ્વારા ઉપરકોટ માટે અંદાજે 74 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો
ઉપરકોટનો કિલ્લો 2,72,490 ચોરસ વાર માં ફેલાયેલો છે, રિસ્ટોરેશન ની કામગીરીમાં સ્મારકને તેની મુળ અવસ્થામાં લાવવાનો પ્રયાસ હોય છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનના માપદંડોને અનુસરીને આ કામગીરી થતી હોય છે. સરકાર દ્વારા ઉપરકોટ માટે અંદાજે 74 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરકોટ કિલ્લાની ફરતે વોકવે, સાથે કિલ્લાની અંદર આવેલ અડી અને કડી વાવ, નવઘણ કુવો, રાણકદેવીનો મહેલ, અનાજના ભંડારો સહીતના સ્મારકોના રિસ્ટોરેશન ની કામગીરી કરવામાં આવી છે. રિસ્ટોરેશન સાથે પ્રવાસીઓની સુવિધા હેતુ બગીચા, બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, ટોયલેટ સહીતની બ્યુટીફીકેશન ની કામગીરી પણ કરવામાં આવી છે.
માતાના મઢ માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી 
રાજ્ય સરકારના વર્ષ 2020-21ના બજેટમાં ગુજરાતના ત્રણ ઐતિહાસિક સ્થળો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો, ધોળાવીરા અને માતાના મઢ માટે 20 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, ઉપરકોટ કિલ્લાના વિકાસ માટે અગાઉ પણ અલગ અલગ યોજનાઓ અને જોગવાઈઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને હવે આ રિસ્ટોરેશન ની કામગીરી અંતિમ ચરણમાં છે અને જેની લોકો રાહ જોઈ રહ્યા છે તે સમય નજીક આવી રહ્યો છે અને ટુંક સમયમાં લોકોને ઉપરકોટનો એક સમયનો જર્જરીત અને ખંઢેર ભાસતો કિલ્લો હવે નવા રૂપરંગ અને સુવિધાઓ સાથે જોવા મળશે.
જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે 
ઉપરકોટના કિલ્લામાં આવેલી અડી કડી વાવ અને નવઘણ કુવા માટે તો કહેવતો બની છે, જૂનાગઢ પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે અદભૂત કહી શકાય તેવી કામગીરી કરવામાં આવી છે, રિસ્ટોરેશન દરમિયાન અનેક તોપ મળી આવી છે, નિલમ, માણેક અને કડાનલ તોપ તો પહેલે થી હતી પરંતુ તે ઉપરાંત 22 જેટલી તોપ મળી આવી છે, આ ઉપરાંત 8 ગઝીબો બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો બેસીને એક રજવાડી અનુભવ કરી શકે છે, રાણકદેવીના મહેલના રિસ્ટોરેશન દરમિયાન અનેક પ્રાચિન અવશેષો પણ મળી આવ્યા છે, રાણકદેવીના મહેલની ભવ્યતા ફરી ઉજાગર થઈ છે, રાણકદેવીના મહેલની સામે જ લાઈટ એન્ડ સાઉન્ડ શો માટે ઓપન એર થિયેટર બનાવાયું છે જ્યાં લોકો જૂનાગઢના ભવ્ય ઈતિહાસને જાણી અને માણી શકશે. રિસ્ટોરેશનની કામગીરીમાં કિલ્લામાં લાઈટીંગ પણ કરવામાં આવ્યું છે, જ્યાં એક સમયે દિવસે પણ જતાં ડર લાગતો ત્યાં હવે રાત્રીના સમયે લાઈટીંગ જોવા લોકો ઉમટી પડશે, કિલ્લામાં ફરવા માટે ઈ કારની પણ સુવિધા ઉપલબ્ધ થશે, યાત્રીકો નિયત શુલ્ક આપીને તેમાં સફર કરી શકશે.
આગામી ટુંક સમયમાં લોકોને ઉપરકોટ કિલ્લાનો એક અદભૂત નજારો જોવા મળશે
ઈતિહાસ જીવંત રહે અને કિલ્લાની ભવ્યતા લોકો જૂએ અને જાણે સાથે જૂનાગઢ વાસીઓ જ નહીં પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર ઉભું થાય તેવા પ્રયાસોના ભાગરૂપે જે કામગીરી કરવામાં આવી તેને લઈને કહી શકાય કે આગામી ટુંક સમયમાં લોકોને ઉપરકોટ કિલ્લાનો એક અદભૂત નજારો જોવા મળશે અને આધુનિક યુગમાં જૂનાગઢની ઐતિહાસિક ભવ્યતાના દર્શન થશે.
આપણ  વાંચો- વિદેશી મહેમાનો વાગડમાં આવેલી વિશ્વ ધરોહરની આવતીકાલે મુલાકાત લેશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhupendrabhaiPatelGujaratFirsthistoricalJunagadhRestorationoperationsSaurashtraUpperKotFort
Next Article