ફાયર સેફ્ટીના મુદ્દે હાઇકોર્ટે પ્રગટ કરી નારાજગી, જાણો શું કહ્યું
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેમાં હાઇકોર્ટે રાજયની મહાનગરપાલિકાઓ દ્વારા કરાઇ રહેલી કામગિરી મુદ્દે નારાજગી પ્રગટ કરી હતી અને રાજય સરકારને શા માટે નીતિ વિષયક નિર્ણય લેતી નથી તેવો સવાલ કર્યો હતો. રાજયમાં ફાયર સેફ્ટી એકટની અણલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરા, જામનગર, ભાવનગર અનà«
Advertisement
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેમાં હાઇકોર્ટે રાજયની મહાનગરપાલિકાઓ દ્વારા કરાઇ રહેલી કામગિરી મુદ્દે નારાજગી પ્રગટ કરી હતી અને રાજય સરકારને શા માટે નીતિ વિષયક નિર્ણય લેતી નથી તેવો સવાલ કર્યો હતો.
રાજયમાં ફાયર સેફ્ટી એકટની અણલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થવું પડે તે ચલાવી લેવાશે નહીં.
હાઇકોર્ટે કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓ, હોસ્પિટલો અને કોલેજોમાં ફાયર સેફટી અને એન.ઓ.સી.નો અભાવ હોવાની બાબતના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને એડવોકેટ જનરલ ને પૂછ્યું હતું કે સરકારી ઇમારતોમાં ફાયર સેફ્ટી એનઓસી ને લઈને શા માટે નીતિ વિષયક નિર્ણય સરકાર લેતી નથી. સરકારી ઈમારતોમાં ફાયર સેફટી ની અમલવારી ચુસ્તપણે થવી જ જોઈએ તેવું કોર્ટે અવલોકન કર્યું હતું.
હાઇકોર્ટે સરકારને આદેશ કરી રાજ્યની તમામ સરકારી શાળા કોલેજ અને હોસ્પિટલની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું. તથા રાજ્યમાં કુલ કેટલી સરકારી શાળા કોલેજ કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની અમલવારી થઈ છે અને કેટલામાં બાકી છે તે તમામ વિગતો પણ રજૂ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદમાં બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાની તેમજ ફાયર સેફટી વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરવા પણ કોર્ટે હુકમ કર્યો હતો તથા મહાનગરપાલિકાને BU અને ફાયર સેફટી વિનાની ઇમારતો હોય ત્યાં ક્રિમિનલ પ્રોસિક્યુશન દાખલ કરવામાં આવે તેવો હુકમ કર્યો હતો.