Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનના યુવકનું 'હ્રદય' જામનગરના બાળકમાં ધબકયું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં બે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન થયા છે.જેના થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. બે અંગદાતાઓમાંથી 20 વર્ષીય બ્રેઇનડેડ પુરનસિંહ પરમારના હ્રદય, બે કિડની અને  એક લીવરનું દાન મળ્યું છે. રાજસ્થાનના પુરનસિંહ પરમારનું હ્રદય હવે જામનગરના 14 વર્ષીય બાળકમાં ઘબકે છે. બ્રેઇન ડેડ જાહેર થયેલા પરિવારને સમજાવાયું રીટ્રાઇવલ બા
રાજસ્થાનના યુવકનું  હ્રદય   જામનગરના બાળકમાં ધબકયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં બે બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન થયા છે.જેના થકી સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું અને વર્ષોની પીડાનો અંત આવ્યો છે. બે અંગદાતાઓમાંથી 20 વર્ષીય બ્રેઇનડેડ પુરનસિંહ પરમારના હ્રદય, બે કિડની અને  એક લીવરનું દાન મળ્યું છે. રાજસ્થાનના પુરનસિંહ પરમારનું હ્રદય હવે જામનગરના 14 વર્ષીય બાળકમાં ઘબકે છે. 

બ્રેઇન ડેડ જાહેર થયેલા પરિવારને સમજાવાયું 
રીટ્રાઇવલ બાદ અંગદાનમાં મળેલ હ્યદયને ગ્રીનકોરિડોર મારફતે 11 કિ.મી. દૂર  સીમ્સ હોસ્પિટલમાં ગણતરીની મિનીટોમાં પહોંચાડવામાં આવ્યું હતું.  સિમ્સના તબીબ ડૉ. ધીરેન શાહ અને તેમની ટીમ દ્વારા માત્ર  3 કલાકમાં 14 વર્ષીય  બાળકમાં હ્રદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને બાળકને વર્ષોની પીડામાંથી  ઉગારવામાં આવ્યું હતું.  પુરનસિંહને 13 મી માર્ચે માર્ગઅકસ્માતમાં ગંભીર ઇજા થતા સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન  તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. સિવિલ હોસ્પિટલ SOTTOની ટીમના ડૉ. સંજય 
સોલંકી અને તેમની ટીમ દ્વારા પરિવારજનોની કાઉન્સેલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારજનોને અંગદાન અંગેની સમજ આપવામાં આવતા અને અન્ય કિસ્સાઓ  તેમના સમક્ષ દર્શાવાતા પરિવારે અંગદાન માટેની સંમતિ આપી હતી.
 
ભાવનગરના મહિલાનું પણ અંગદાન 
અંગોના રીટ્રાઇવલ માટે સિવિલના તબીબ ડૉ. નિલેશ અને ડૉ. પુંજીકાએ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. રીટ્રાઇવલથી હ્રદય પ્રત્યારોપણની 12 થી 14 કલાકની ભારે જહેમત બાદ આખરે 14 વર્ષના બાળકની વર્ષોની પીડાનો અંત આવ્યો હતો. હવે બાળકના શરીરમાં  ખામી વાળુ નહીં પરંતુ 20 વર્ષીય યુવકનું હ્યદય ધબકતું થયું હતું. આ ઉપરાંત  ભાવનગરનાં 55 વર્ષીય જીકુબેન સોલંકીને પણ માર્ગ અકસ્માતમાં માથાના  ભાગમાં ગંભીર ઇજા થયા બાદ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.  જીકુબેનના બે કિડની અને એક લીવરના દાન મેળવવામાં સફળતા મળી છે. જેને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીને પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 
129 અંગોનું 113  દર્દીઓમાં પ્રત્યારોપણ 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, દર્દી જ્યારે  બ્રેઇનડેડ થાય ત્યાંથી લઇ પ્રત્યારોપણની પ્રક્રિયા અને કામગીરી અત્યંત સંવેદનશીલ હોય છે. અંગદાન અને પ્રત્યારોપણની તબક્કાવારની આ પ્રક્રિયાની સાંકળમાં એક પણ કડી તૂટે તો સમગ્ર મહેનત એળે જવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. પરંતુ સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા છેલ્લા 14 મહિનાથી આથાગ પરિશ્રમ અને સખત મહેનત કરીને શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, જેના પગલે જ અત્યારસુધીમાં 129 અંગોનું 113 દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને પીડીતોના જીવનમાં ઉજાસ પાથરવામાં સફળતા મળી છે. 
Advertisement
Tags :
Advertisement

.