Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્ય વિભાગ ખુદ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

બે દિવસ બાદ ઉતરાયણ નો તહેવાર છે ત્યારે ઘોર નિંદ્રા માંથી જાગેલું વડોદરા પાલિકા નું આરોગ્ય વિભાગ મોડેમોડે બજાર માં ફરતું દેખાયું છે.સામાન્ય રીતે તહેવારો ની સીઝન હોય ત્યારે તમે આરોગ્ય વિભાગ ના ચેકીંગ ના સમાચાર સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તહેવારો માં નાગરિકોની ચિંતા કરતું આરોગ્ય વિભાગ આડે દિવસે ક્યાં જાય છે ?તહેવારો ની સીઝન સિવાય અન્ય દિવસો માં નિષ્ક્રિય àª
આરોગ્ય વિભાગ ખુદ નાગરિકોના આરોગ્ય સાથે  ચેડા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે
બે દિવસ બાદ ઉતરાયણ નો તહેવાર છે ત્યારે ઘોર નિંદ્રા માંથી જાગેલું વડોદરા પાલિકા નું આરોગ્ય વિભાગ મોડેમોડે બજાર માં ફરતું દેખાયું છે.સામાન્ય રીતે તહેવારો ની સીઝન હોય ત્યારે તમે આરોગ્ય વિભાગ ના ચેકીંગ ના સમાચાર સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તહેવારો માં નાગરિકોની ચિંતા કરતું આરોગ્ય વિભાગ આડે દિવસે ક્યાં જાય છે ?
તહેવારો ની સીઝન સિવાય અન્ય દિવસો માં નિષ્ક્રિય રહેતું વડોદરા મહાનગર પાલિકા નું આરોગ્ય વિભાગ ઉતરાયણ ના તહેવાર ના બે દિવસ અગાઉ બજાર માં નીકળ્યું છે અને ચેકીંગ ના નામે માત્ર દેખાડા કરતું નજરે પડ્યું છે.આજે વડોદરા શહેર ના ચોખંડી માર્કેટ માં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહીંની વિવિધ દુકાનો માંથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તલ ની બનાવટ ના ખાદ્ય પદાર્થ તેમજ સેવ અને ચીક્કી ના નમૂના લેવામાં આવ્યા હતા.
મહત્વ નું છે કે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા નમૂના ખાદ્યપદાર્થ ની ગુણવત્તા ચકાસણી માટે લેબ માં મોકલવામાં આવે છે લાંબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આશરે 15 દિવસ બાદ આ ખાદ્ય પદાર્થ નો રિપોર્ટ સુપરત કરવામાં આવે છે ઘણા કિસ્સાઓ માં તો આ રિપોર્ટ આવવામાં મહિના વિતી જાય છે બાદમાં જો રિપોર્ટ નેગેટિવ આવે તો નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ વિરૂદ્ધ માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે..ઉપરોક્ત પ્રક્રિયા સમજ્યા બાદ તમને એક અંદાજો તો આવી જ ગયો હશે કે ઉતરાયણ ના બે દિવસ અગાઉ લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂના ની ગુણવત્તા ની જાણ આરોગ્ય વિભાગ ને ક્યારે થશે.મહત્વ નું છે કે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નાગરિકો મોટા પ્રમાણ માં આ પ્રકાર ના ખાદ્ય પદાર્થ બજાર માંથી ખરીદી કરી આરોગી લેશે.
આ પ્રકારની ધીમી પ્રક્રિયા ના કારણે નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા કેટલાક વેપારીઓ ને ઓછા સમય માં વધુ પૈસા કમાવવા માટે મોકળું મેદાન મળી જાય છે જ્યાં સુધી લેબ નો રિપોર્ટ આવે ત્યાં સુધી માં તો વેપારીઓ લાખો રૂપિયાની કમાણી કરી લે છે.મહત્વ ની બાબત એ છે કે જો ખરેખર આરોગ્ય વિભાગ ને નાગરિકો ની ચિંતા હોય તો આ પ્રકાર ની કામગીરી કાયમી ધોરણે કેમ કરવામાં નથી આવતી ?તહેવારો માં આ પ્રકાર ની ચીજ વસ્તુ આરોગતા નાગરિકો ને એ ખ્યાલ પણ નહિ હોય કે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના નો લેબ રિપોર્ટ ક્યારે આવશે.અને તેનું પરિણામ શું આવશે ત્યારે આ પ્રકાર ની કામગીરી કાયમી ધોરણે કરવામાં આવે તેવી નાગરિકો માં માંગ ઉઠી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.