Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાથમાં રબર બેન્ડ પહરવાની આદતથી થાય છે અનેક નુકસાન,જાણી લો તમે પણ

આજે મોટા ભાગની સ્ત્રીઓ તેમના કાંડામાં રબર બેન્ડ પહેરતી હોય છે કેટલીક સ્ત્રીઓ તેને વાળમાંથી કાઢીને હાથમાં  પહેરતી હોય છે. જેથી રબર બેન્ડ ખોવાઈ ન જાય, જેથી જરૂર પડ્યે તેને તરત જ વાળમાં લગાવી શકાય અને તે સમયે તેને શોધવામાં સમય અને મહેનતનો વ્યય ન કરવો પડે. પરંતુ  નિષ્ણાંતોના મત્તે આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમારા હાથમાં રબર બેન્ડ લગાવવું તમારા શરીર અને જીવન માટે ઘાતક
હાથમાં રબર બેન્ડ પહરવાની આદતથી થાય છે અનેક નુકસાન જાણી લો તમે પણ
આજે મોટા ભાગની સ્ત્રીઓ તેમના કાંડામાં રબર બેન્ડ પહેરતી હોય છે કેટલીક સ્ત્રીઓ તેને વાળમાંથી કાઢીને હાથમાં  પહેરતી હોય છે. જેથી રબર બેન્ડ ખોવાઈ ન જાય, જેથી જરૂર પડ્યે તેને તરત જ વાળમાં લગાવી શકાય અને તે સમયે તેને શોધવામાં સમય અને મહેનતનો વ્યય ન કરવો પડે. 
પરંતુ  નિષ્ણાંતોના મત્તે આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. તમારા હાથમાં રબર બેન્ડ લગાવવું તમારા શરીર અને જીવન માટે ઘાતક પણ બની શકે છે.  તો ચાલો જાણીએ કેવી રીતે ઘાતક થઈ શકે છે.

આવા રબર બેન્ડ બાંધવાના કેસમાં બેક્ટરિયા ફેલાઈ છે
વાળ બાંધવા માટે વપરાતા રબર બેન્ડ બેક્ટેરિયાનો સારો સ્ત્રોત છે. આ બેક્ટેરિયા ત્વચા પર ઘણા પ્રકારના ચેપ ફેલાવે છે, અને જ્યારે તે ગંભીર સ્થિતિમાં પહોંચે છે, ત્યારે તે ત્વચા દ્વારા લોહીમાં પણ પ્રવેશ કરી શકે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ પણ બંધ થઈ જાય છે અને તેની અસર લોહી પર પણ પડે છે.
આ ચેપનો માત્ર એક પ્રકાર નથી
રબર બેન્ડમાં ઉગતા બેક્ટેરિયા કોઈ એક પ્રકારના નથી અને અનેક પ્રકારના બેક્ટેરિયાને કારણે તેમનાથી થતા ઈન્ફેક્શન પણ અલગ-અલગ હોય છે. જયારે કેટલાક આરોગ્ય નિષ્ણાતોના મતે એવું કહેવું છે કે વ્યક્તિએ ક્યારેય ભીનું રબર બેન્ડ અથવા કોઈપણ રબર બેન્ડ હાથમાં ન પહેરવું જોઈએ.
Advertisement
Tags :
Advertisement

.