Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

15 કરોડથી વધુના ખર્ચે બનેલી આ ગુજરાતી ફિલ્મ વૈશ્વિક સ્તરે થશે રિલીઝ- રાડો

વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર વિષયોની સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મ “રાડો”ના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અનà
15 કરોડથી વધુના ખર્ચે બનેલી આ ગુજરાતી ફિલ્મ વૈશ્વિક સ્તરે થશે રિલીઝ  રાડો
વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર વિષયોની સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મ “રાડો”ના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.
    
શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. જે 22 જુલાઇના રોજ ગુજરાત સહિત વિશ્વભરમાં થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે. 
લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’  આ સ્લોગન સાથે થની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો”માં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ગૌરાંગ આનંદ, ભરત ચાવડા, ચેતન દૈયા, નિલમ પંચાલ તથા હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે.
ફિલ્મના પ્રોડ્યુસર નિલય ચોટાઈએ 'ગુજરાત ફર્સ્ટ' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણાં ગુજરાતી ફિલ્મ સર્જકો ભૂતકાળના અનુભવોને લઈને કોઈ પણ પ્રકાર નું જોખમ લેવા માંગતા નથી ત્યારે તેમના પ્રોડક્શન હાઉસ દ્વારા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ ધપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાડો ફિલ્મની સ્ટોરી લખતા અંદાજે ચાર વર્ષ લાગ્યા અને આ ચાર વર્ષમાં ફિલ્મની સ્ટોરી ના કુલ 55 ડ્રાફ્ટ લખવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પ્રથમ વખત 119 કલાકારો એ એક સાથે એક ફિલ્મમાં કામ કર્યું છે. કોરોના કાળમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભાંગી પડી હતી ત્યારે અનેક પડકારોનો સામનો કરી કોરોના કાળમાં જેમ સમય સેટ થયો તેમ તેમ થોડું થોડું શૂટિંગ કંપ્લિટ કરવામાં આવ્યું હતું.  આ ફિલ્મના શૂટિંગ માં પડકારો અનેક હતા મુસીબતો અનેક હતી 65 દિવસના શૂટિંગમાં 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ફિલ્મ ના બજેટ વિશે તેમણે વાત કરતા નિર્માતાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો ખૂબ નાના બજેટ સાથે બનતી હતી. પરંતુ રાડો ફિલ્મના નિર્માણ પાછળ 15 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ચાર કરોડથી વધુનો ખર્ચ તો ફક્ત ફિલ્મના માર્કેટિંગ પાછળ કરવામાં આવનાર છે.ફિલ્મના શૂટિંગ દરમિયાન રોજના 800 લોકોનું ક્રાઉડ એકત્રિત કરવામા આવતું હતું. રાડો ફિલ્મ બોલીવુડ હોલિવુડ અને સાઉથની ફિલ્મોને ટક્કર મારે તે પ્રકારે ફિલ્મ બનાવવામાં આવી છે. સાથે જ ન માત્ર ગુજરાતમાં રાડો ફિલ્મને સમગ્ર વિશ્વમાં રિલીઝ કરવા પ્રયાસ કરાશે. 
ફિલ્મમાં નવી પેઢીના નવા વિચારો ધરાવતા અને સમાજ માટે કાઈક કરી છૂટવાની જંખના ધરાવતા યુવકનું પાત્ર ભજવતા કલાકાર યશ સોનીએ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષામાં આ પ્રકારે બિગ બજેટ ફિલ્મ આવવી એ ખૂબ મોટી વાત છે , યશ સોની આ પહેલાં મોટાભાગની ફિલ્મોમાં રોમાન્સ કરતા નજરે પડયાં છે અને ઇન્ડ્સ્ટ્રીમાં ચોકલેટી બોયની ઈમેજ ધરાવે છે ત્યારે તેમને ઈમેજ બદલવા આ પડકારજનક રોલ પસંદ કર્યો છે. 
ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર સિનિયર કલાકાર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ ફિલ્મ વિશે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે,  ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સમય બદલાયો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સ્વતંત્ર બની છે એક સમય એવો આવશે કે ગુજરાતી ફિલ્મો અન્ય ભાષામાં રિલીઝ કરવામાં આવશે ને સમગ્ર વિશ્વ ગુજરાતી ફિલ્મોને નિહાળશે. 
વધુમાં હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે એક સમય હતો કે ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી ને ફક્ત ગામડાના લોકો જોવા જતા પરંતુ હવે શહેરના લોકો ગુજરાતી ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે ત્યારે એક વાર ફિલ્મ જોયા બાદ દર્શકો ફરી વાર ફિલ્મ જોવાનું પસંદ કરશે અને આ ફિલ્મ યુવાઓ અને સમાજ માટે કાઈક અલગ કરવા પ્રેરી જશે.
Advertisement
Tags :
Advertisement

.