Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ટાઈટન્સને લાગ્યો ઝટકો, ટૂર્નામેન્ટમાંથી આ ખેલાડીએ નામ પાછું ખેચ્યું

IPL 2022 શરૂ થવામાં થોડા અઠવાડિયા બાકી છે. જ્યારે ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે ત્યારે પહેલીવાર IPLમાં 10 ટીમો પડકાર આપવા માટે તૈયાર હશે. ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ પોતપોતાની ટીમો સાથે તૈયાર છે. દરમિયાન સોમવારે રાત્રે આવેલા એક સમાચારે ગુજરાત ટાઇટન્સને આંચકો આપ્યો છે. આ સમાચાર અનુસાર, ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જેસન રોયે IPL 2022માંથી ખસà«
01:46 AM Mar 01, 2022 IST | Vipul Pandya
IPL 2022 શરૂ થવામાં થોડા અઠવાડિયા બાકી છે. જ્યારે ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે ત્યારે પહેલીવાર IPLમાં 10 ટીમો પડકાર આપવા માટે તૈયાર હશે. ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ પોતપોતાની ટીમો સાથે તૈયાર છે. દરમિયાન સોમવારે રાત્રે આવેલા એક સમાચારે ગુજરાત ટાઇટન્સને આંચકો આપ્યો છે. આ સમાચાર અનુસાર, ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જેસન રોયે IPL 2022માંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો આંચકો લાગ્યો છે. ઈંગ્લેન્ડના ઓપનર જેસન રોયે IPL 2022માંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં યોજાયેલી મેગા ઓક્શનમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે જેસન રોયને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ટીમને આ બેટ્સમેન પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ તાજેતરના અહેવાલ મુજબ જેસન રોય હવે IPL 2022માં નહીં રમે. 'બાયો-બબલ'માં ન હોવાના નિર્ણયને કારણે તેણે IPL 2022માંથી પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં, આ તોફાની ઇંગ્લિશ બેટ્સમેને પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યાં પણ તે કોવિડ-19 ને કારણે બાયો-બબલની અંદર હતો. હવે તે બાયો-બબલની અંદર રહેવા માંગતો ન હતો અને આ થાકને દૂર કરવા માટે, જેસન રોયે IPLમાં ન રમવાનું મન બનાવ્યું છે.

આ પહેલીવાર નથી કે, જેસન રોયે આવો નિર્ણય લીધો હોય. IPL 2020માં પણ જેસન રોયે અંગત કારણોસર ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો હતો. તે દરમિયાન તેને દિલ્હી કેપિટલ્સ ટીમે ખરીદ્યો હતો. જેસન રોય આ જાન્યુઆરીમાં તેના બીજા બાળકનો પિતા બન્યો છે અને જો તે IPLમાં રમે છે તો તેણે ઓછામાં ઓછા બે મહિના સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને તે એવું ઈચ્છતો નથી. હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ટાઇટન્સની ટીમ કયા ખેલાડી સાથે જવાનું પસંદ કરે છે.
Tags :
CricketGujaratFirstGujaratTitansIPLIPL2022IPLTournamentJasonRoySports
Next Article