Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એમ્યુલન્સમાં જાન લઇને પહોંચ્યાં વરરાજા, સ્ટ્રેચર પર લીધા સાત ફેરાં

રાજસ્થાનના ઉદયપુરમાં એક લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યાં છે. જ્યાં વરરાજાને એમ્બ્યુલન્સ મારફતે લગ્ન સ્થળ પર પહોચાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સ્ટ્રેચરની મદદથી તેને મંડપ સુધી લઈ જવામાં આવ્યો હતો. સિંધી સમાજ દ્વારા ઉદેયપુર શહેરમાં 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સિંધી સમાજના પ્રમુખ હરીશ રાજાણીએ જણાવ્યું  હતું કે, મંગળવારે શિવરાત્રિ નિમિત્તે હિરણ માર્ગના એક ખાનગી રિસોર્ટમાં à
એમ્યુલન્સમાં જાન લઇને પહોંચ્યાં વરરાજા  સ્ટ્રેચર પર લીધા સાત ફેરાં
Advertisement
રાજસ્થાનના ઉદયપુરમાં એક લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યાં છે. જ્યાં વરરાજાને એમ્બ્યુલન્સ મારફતે લગ્ન સ્થળ પર પહોચાડવામાં આવ્યો હતો. અને ત્યારબાદ સ્ટ્રેચરની મદદથી તેને મંડપ સુધી લઈ જવામાં આવ્યો હતો. 
સિંધી સમાજ દ્વારા ઉદેયપુર શહેરમાં 25મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સિંધી સમાજના પ્રમુખ હરીશ રાજાણીએ જણાવ્યું  હતું કે, મંગળવારે શિવરાત્રિ નિમિત્તે હિરણ માર્ગના એક ખાનગી રિસોર્ટમાં આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું.  આ લગ્ન સમારોહમાં  એક વરરાજાને એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સ્ટ્રેચર પર  લગ્ન મંડપ સુધી  લઈ જવામાં આવ્યો હતો. આ લગ્નમાં 5 જોડાંના રજીસ્ટ્રેશન થયાં હતાં. 
જેમાં લગ્નના થોડા દિવસ પહેલા જ  બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં રાહુલ નામના એક અકસ્માતમાં પગ તૂટી ગયો હતો. ઓપરેશન બાદ તેના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પગમાં થયેલી ઈજાને કારણે પરિવાર અને દુલ્હન રીતિકાને પણ લગ્નની ચિંતા હતી. આ પછી પણ રાહુલ અને રિતિકાએ શિવરાત્રિના દિવસે જ નિર્ધારિત મુહૂર્તમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.  તૂટેલા પગ સાથે વરરાજા લગ્ન મંડપમાં પહોંચ્યો, સ્ટ્રેચર પર 7 રાઉન્ડ લીધા
વરરાજાને પહેલાં તેના મિત્રો સ્ટ્રેચર પર જ તૈયાર કર્યો હતો. આ લગ્ન બાદ વર-કન્યા સાથે બંનેના પરિવારજનો પણ ખૂબ જ ખુશ જોવાં મળ્યાં હતાં. 
Tags :
Advertisement

.

×