Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાલુ વર્ષે ઇન્કમટેક્ષમાં સરકારને મળ્યા 13.63 લાખ કરોડ

ઇન્કમટેક્ષમાં કેન્દ્ર સરકારને ચાલુ વર્ષે 13.63 લાખ કરોડ રુપીયા મળ્યા છે. CBDT એ આ જાહેરાત કરી હતી. લોકોએ મન મૂકીને સરકારને આવકવેરાનો ટેક્સ આપ્યો હોવાનું જોવા મળ્યું હતું.  વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારને ઇન્કમટેક્ષમાં જંગી આવક થઇ છે. સીબીડીએ ઇન્કમટેક્ષના આંકડા જાહેરકરતાં કહ્યું હતું કે ચાલુ વર્ષમાં સીબીડીટીનું બજેટ અનુમાન11.08 લાખ કરોડ હતી જેને વધારીને 12.50 લાખ કરોડ કરાયુ હતું અને અમારુ નેટ
ચાલુ વર્ષે ઇન્કમટેક્ષમાં સરકારને મળ્યા 13 63 લાખ કરોડ
Advertisement
ઇન્કમટેક્ષમાં કેન્દ્ર સરકારને ચાલુ વર્ષે 13.63 લાખ કરોડ રુપીયા મળ્યા છે. CBDT એ આ જાહેરાત કરી હતી. લોકોએ મન મૂકીને સરકારને આવકવેરાનો ટેક્સ આપ્યો હોવાનું જોવા મળ્યું હતું. 

વર્ષ 2021-22માં કેન્દ્ર સરકારને ઇન્કમટેક્ષમાં જંગી આવક થઇ છે. સીબીડીએ ઇન્કમટેક્ષના આંકડા જાહેરકરતાં કહ્યું હતું કે ચાલુ વર્ષમાં સીબીડીટીનું બજેટ અનુમાન11.08 લાખ કરોડ હતી જેને વધારીને 12.50 લાખ કરોડ કરાયુ હતું અને અમારુ નેટ કલેકશન 13.63 લાખ થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઇરેકટ  ટેક્સીસના ચેરમેન જે.બી.મોહપાત્રાએ આ જાહેરાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે 13.63 લાખ કરોડ આજનું કલેકશન છે જે 30 માર્ચ સુધી વધે તેવી સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં તથા ઇન્કમટેકસના ઇતિહાસમાં અમારી કુલ અને ચોખ્ખી આવક આશાવાદી છે. ગ્રોસ સંખ્યા વધીને 15 લાખ કરોડને પાર પહોંચી છે. ગયા વર્ષનીતુલનામાં નેટ કલેકશન 48 ટકા વધારે રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ઇન્કમટેક્ષની આવક વધવામાં વિભાગ અને કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા સુધારા જ જવાબદાર છે. 
Advertisement
Tags :
Advertisement

.

×