Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ક્યારેય વિચાર્યું નહીં હોય તેવું થશે ભારતમાં, જી હા હવે તમને તમારા શહેરમાં જોવા મળશે ‘ઉડતી બસ’

કેન્દ્ર સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ એવું કામ કર્યું છે જેની ભારતમાં કલ્પના પણ ન થઈ શકે. ઈલેક્ટ્રિક વાહનમાંથી હાઈડ્રોજન દેશમાં લાવવાનો શ્રેય માત્ર નીતિન ગડકરીને જ જાય છે. પરંતુ હવે તેઓ આવી યોજના લઈને આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. તેમણે સંસદ સત્ર દરમિયાન કહ્યું હતું કે ટુંક સમયમાં તેઓ ભારતીયોને એર બસમાં મુસાફરી પણ કરાવશે. નીતિન ગડકરીએ તાજેતરમાં 'à
11:14 AM Apr 01, 2022 IST | Vipul Pandya

કેન્દ્ર સરકારમાં રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ
એવું કામ કર્યું છે જેની ભારતમાં કલ્પના પણ ન થઈ શકે. ઈલેક્ટ્રિક વાહનમાંથી
હાઈડ્રોજન દેશમાં લાવવાનો શ્રેય માત્ર નીતિન ગડકરીને જ જાય છે. પરંતુ હવે તેઓ આવી
યોજના લઈને આવ્યા છે. જે જાણીને તમે પણ ચોંકી જશો. તેમણે સંસદ સત્ર દરમિયાન કહ્યું
હતું કે ટુંક સમયમાં તેઓ ભારતીયોને એર બસમાં મુસાફરી પણ કરાવશે. નીતિન ગડકરીએ
તાજેતરમાં
'હવામાં ઉડતી બસ'ના વિચાર વિશે
કેટલાક અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. પ્રથમ તબક્કાની વાત કરવામાં આવી છે. ત્યાર
બાદ પ્રોજેક્ટને જમીન પર લાવવાની કામગીરી કરવામાં આવશે. આ બધું કરવા પાછળ સરકારનો
ઉદ્દેશ્ય લોકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો છે.


એરિયલ ટ્રામ-વે હાઇટેક પરિવહન સુવિધા છે. જેના કારણે ટ્રાફિકનું
દબાણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. જોકે
, આ ટેક્નોલોજી પર્વતીય વિસ્તારોમાં વધુ અસરકારક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના મતે
, પર્વતીય વિસ્તારોમાં
ટ્રાફિક હળવો કરવામાં તે અભૂતપૂર્વ યોગદાન આપી શકે છે. સામાન્ય રીતે લોકો તેને
ગોંડોલા અથવા રોપ-વે તરીકે માને છે
, જો તમે ક્યારેય પર્વતોની મુસાફરી કરી હોય, તો રસ્તામાં લોકોએ
ગામની આસપાસ નદી અથવા ખાડો પાર કરવા માટે દોરડાની મદદથી પોતાની જાતને અથવા માલસામાનને
ખેંચીને જવું પડતું હોય તો તે જોયું હશે. જેમાં
 દોરડાને બંને છેડેથી કાયમ માટે બાંધવામાં આવે છે. જ્યારે દોરડાની
મદદથી
 વ્યક્તિ પોતાની
જાતને અથવા માલને ખેંચવા માટે તેના વજનના સમાન બળનો ઉપયોગ કરે છે.


વાસ્તવમાં પહાડી વિસ્તારોમાં રોડ બનાવવો ખૂબ જ મુશ્કેલ કામ છે.
તેમજ ખર્ચ પણ ઘણો વધારે છે. તેથી
, હવાઈ ટ્રામવે આ વિસ્તારોમાં ટ્રાફિક હળવો કરવામાં ખૂબ મદદરૂપ થઈ
શકે છે. જેમાં એક સમયે 25 થી 230 મુસાફરો મુસાફરી કરી શકશે. તેમજ માલસામાન પણ લઈ
જઈ શકાય છે. આ ઉપરાંત ફ્લાઈંગ બસ દ્વારા પણ ઘણા ફાયદા થશે. કારણ કે આના કારણે
પ્રદુષણ પણ નહિવત થશે.

Tags :
flyingbusgovernmentofindiaGujaratFirstNitinGadkariParliamentSession
Next Article