Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓડિશા સરકારે વધાર્યુ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ, 3 ટકાના વધારે સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ બરાબર થયું

સરકારી કર્મચારીઓ માટે ખુબજ સારા સમાચાર છે. સરકારે નવરાત્રી પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. કર્મચારીઓને લાંબા સમયથી મોંઘવારી ભથ્થામા વધારો થશે તેવું અનુમાન હતું.. પરંતુ સરકાર કેટલો વધારો કરશે તે નક્કી ન હતું. તહેવાર પહેલા, ઓડિશા સરકારે સોમવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી . ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સà
ઓડિશા સરકારે વધાર્યુ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ   3 ટકાના વધારે સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ બરાબર થયું
સરકારી કર્મચારીઓ માટે ખુબજ સારા સમાચાર છે. સરકારે નવરાત્રી પહેલા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે. કર્મચારીઓને લાંબા સમયથી મોંઘવારી ભથ્થામા વધારો થશે તેવું અનુમાન હતું.. પરંતુ સરકાર કેટલો વધારો કરશે તે નક્કી ન હતું. 
તહેવાર પહેલા, ઓડિશા સરકારે સોમવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી . ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોમવારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે.
નવી જાહેરાતમાં સરકારે કહ્યું છે કે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હાલના 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું છે. વધેલા મોંઘવારી ભથ્થાને 1 જાન્યુઆરી 2022થી લાગુ ગણવામાં આવશે. એટલે કે કર્મચારીઓને 8 મહિનાનું એરિયર્સ પણ મળશે. ઓડિશા સરકારના આ નિર્ણયથી 4 લાખ કર્મચારીઓ અને 3.5 લાખ પેન્શનરોને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ કર્મચારીઓને અલગથી ચૂકવવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓ જેટલું થયું મોંઘવારી ભથ્થુ
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પણ હાલમાં 34% છે. એટલે કે હવે ઓડિસા સરકારના કર્મચારીઓને પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલો જ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.
Advertisement
Tags :
Advertisement

.