સરકારી ખર્ચ ઓછો કરવા કેટલીક ચીજોની આયાત ઘટાડીને અડધી કરી દીધી
ભારતનો પાડોશી દેશ નેપાળ શ્રીલંકા જેવી જ આર્થિક કોટકટીનો સામનો કરી રહ્યું છે. દેશની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું છે કે, નેપાળનો વિદેશી મૂડી ભંડાર અડધો થઈ ગયો છે. નેપાળે તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે કાર, સોનું અને કોસ્મેટિકસ જેવા ઉત્પાદનની આયાત અડધી કરી દીધી છે. સરકારે કેન્દ્રીય બેંકના ગવર્નરને સસ્પેન્ડ પણ કરી દીધા છે અને તેમને વચગાળાના નાયબ અધ્યક્ષ બનાવી દીધા છે. ભારતના ઉત્તર-પૂ
Advertisement
ભારતનો પાડોશી દેશ નેપાળ શ્રીલંકા જેવી જ આર્થિક કોટકટીનો સામનો કરી રહ્યું છે. દેશની સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું છે કે, નેપાળનો વિદેશી મૂડી ભંડાર અડધો થઈ ગયો છે. નેપાળે તેના ખર્ચમાં ઘટાડો કરવા માટે કાર, સોનું અને કોસ્મેટિકસ જેવા ઉત્પાદનની આયાત અડધી કરી દીધી છે. સરકારે કેન્દ્રીય બેંકના ગવર્નરને સસ્પેન્ડ પણ કરી દીધા છે અને તેમને વચગાળાના નાયબ અધ્યક્ષ બનાવી દીધા છે. ભારતના ઉત્તર-પૂર્વ પડોશી દેશ શ્રીલંકાની જેમ નેપાળને પણ જ અસર થઈ છે. બે વર્ષના લાંબા કોરોના વાઇરસના રોગચાળાને કારણે વિદેશી પ્રવાસી પર આધારિત તેની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે ફટકો પડ્યો અને તેના વિદેશી મૂડી ભંડારમાં અડધોઅડધ ઘટાડો થઇ ગયો છે.
બિનજરૂરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લાદ્યો
નેપાળ રાષ્ટ્ર બેંક (NRB)ના ડેપ્યુટી પ્રવક્તા નારાયણ પ્રસાદ પોખરિયાલએ જણાવ્યું હતુ કે, વિદેશી મૂડી ભંડારની સ્થિતિ ખૂબ ખરાબ છે. "NRBને લાગે છે કે દેશની વિદેશી મુદ્રા ભંડાર ખૂબજ ઓછા થઇ રહ્યો છે અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને અસર કર્યા વિના બિન-આવશ્યક વસ્તુઓની આયાત માટે કડક પગલાં લેવાની જરૂર છે,"
પોખરિયાલે સ્પષ્ટ નથી કર્યું કે, કઈ કઇ આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ જણાવ્યું હતું કે આયાતકારોને 50 જેટલી 'લક્ઝુરિયસ ચીજો'ની આયાત કરવાની મંજૂરી આપવામાં આવશે જો તેઓ પહેલેથી સંપૂર્ણ ચૂકવણી કરે. "અમે દેશની તમામ સરહદોને આ વસ્તુઓની આયાત અંગેના નવા નિયમો વિશે પણ જાણ કરી દીધી છે. આ આયાત પર પ્રતિબંધ નથી પરંતુ તેમને માત્ર નિરાશ કરવામાં આવી રહ્યા છે," ગયા શુક્રવારે મહાપ્રસાદને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. NRBના ગવર્નર મહાપ્રસાદને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અંગે નેપાળના નાણા મંત્રાલયે હજુ સ્પષ્ટતા કરી નથી પણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સરકારી પેનલ આ મામલાની તપાસ કરશે. જોકે, એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સસ્પેન્ડેડ ગવર્નર પર મીડિયાને નાણાકીય માહિતી આપવાનો અને અન્ય માહિતી લીક કરવાનો આરોપ છે. નેપાળમાં પ્રવાસન ઉદ્યોગ સતત સંઘર્ષ કરી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન આખો ઉદ્યોગ લગભગ બંધ હતો. આ સમયગાળા દરમિયાન, દેશની કુલ વિદેશી મુદ્રા ભંડાર ગયા જુલાઈના સ્તરથી 17 ટકા ઘટીને ફેબ્રુઆરીના મધ્યમાં $ 9.75 બિલિયન એટલે લગભગ સાડા સાત ટ્રિલિયન થઈ ગયું હતું. બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે અત્યારે મૂડી ભંડાર છ મહિના ચાલે એટલો જ છે.
વિપક્ષએ આકરી ટીકા કરી
સેન્ટ્રલ બેંકના આંકડા દર્શાવે છે કે જુલાઈ અને ફેબ્રુઆરી વચ્ચે વિદેશથી આવતા નાણાંમાં 5.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે માત્ર $4.53 બિલિયન જ હતો. ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં વેપારનુ નુકસાન $2.07 બિલિયન થયું હતું. ગયા નાણાકીય વર્ષના સમયગાળા દરમિયાન આ નુકસાન $817.6 મિલિયન હતું. વિપક્ષોએ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ નબળી છે એવા સમયે NRB ગવર્નરને સસ્પેન્ડ કરવાની નીતિને ખોટી ગણાવી . કમ્યુનિસ્ટ યુનિફાઇડ માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ સાંસદ સુરેન્દ્ર પાંડેએ જણાવ્યું હતું. "તે સારું કામ કરી રહ્યા હતા અને જ્યારે દેશની આર્થિક સ્થિતિ સારી ન હોય, ત્યારે તે સસ્પેન્શનનો નિર્ણય ખોટો છે,"
શ્રીલંકાની હાલત પણ કફોડી
1948માં બ્રિટિશ શાસનથી આઝાદ થયા પછી શ્રીલંકામાં ક્યારેય આટલા ખરાબ દિવસો આવ્યા નથી. કોરોના માહમારીના કારણે વિદેશી પ્રવાસી પર નિર્ભર શ્રીલંકાની અર્થવ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ. ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારનું રિઝર્વ ફંડ ઘટીને $2.31 બિલિયન થઈ ગયું હતું, જે બે વર્ષ પહેલાં કરતાં લગભગ 70 ટકા ઓછું છે. શ્રીલંકાની સરકાર અને તેના લોકો માટે કટોકટી કેટલી મોટી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે દેશની કમાણીમાંથી દર એક વ્યક્તિ 100 અમેરિકી ડોલર માટે તેમણે 119 ડોલરનું દેવું ચૂકવવું પડશે તેમ છે.