Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડિજિટલ મીડિયા પર પણ સરકાર ગાળિયો મજબૂત કરવાની તૈયારીમાં

કેન્દ્ર સરકાર મીડિયા રેગ્યુલેટરી નિયમોમાં પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ કરવા જઇ રહી છે. નિયમ ભંગ પર કાર્યવાહી કરવામાં આવશે. જો આ બિલ મંજૂર થશે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સની ફરજિયાત નોંધણી સહિત અન્ય નિયમોનું ઉલ્લંઘન થશે તો જવાબદાર માલિકો સામે દંડ સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે.  અગાઉ  ડિજિટલ માધ્યમો સરકારી નિયમનોનો ભાગ ન હતાં ભારતમાં પ્રથમ વખત, મીડિયાના રજીસ્ટ્રેશન માટેના નવા કાà
ડિજિટલ મીડિયા પર પણ સરકાર ગાળિયો મજબૂત કરવાની તૈયારીમાં
Advertisement
કેન્દ્ર સરકાર મીડિયા રેગ્યુલેટરી નિયમોમાં પહેલીવાર ડિજિટલ મીડિયાનો સમાવેશ કરવા જઇ રહી છે. નિયમ ભંગ પર કાર્યવાહી કરવામાં આવશે. જો આ બિલ મંજૂર થશે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સની ફરજિયાત નોંધણી સહિત અન્ય નિયમોનું ઉલ્લંઘન થશે તો જવાબદાર માલિકો સામે દંડ સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે.  

અગાઉ  ડિજિટલ માધ્યમો સરકારી નિયમનોનો ભાગ ન હતાં 
ભારતમાં પ્રથમ વખત, મીડિયાના રજીસ્ટ્રેશન માટેના નવા કાયદામાં ડિજિટલ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે, જે અગાઉ ક્યારેય કોઈ સરકારી નિયમનોનો ભાગ હતો નહીં, જો બિલ મંજૂર થાય છે, તો ડિજિટલ ન્યૂઝ સાઇટ્સને પણ નિયમોના ઉલ્લંઘન માટે દંડ તેમજ નોંધણી સહિતની કાર્યવાહીનો સામનો પણ કરવો પડશે.  માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને મેગેઝિન બિલની નોંધણીમાં સુધારો કરવાની પ્રક્રિયા હાલમાં શરૂ કરી છે, અને હવે તેના કાર્યક્ષેત્રમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ડિજિટલ મીડિયા પરના સમાચારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રકાશકોએ સત્તાવાર નોંધણી માટે અરજી કરવી પડશે 
આજના ટેક્નોલોજીના યુગમાં વૈશ્વિક સ્તરે ડિજિટલ માધ્યમોનો ફેલાવો વધી રહ્યો છે, તેમજ આ માધ્યમો માટે અત્યાર સુધીમાં કોઇ અસરકારક પોલિસી નથી બની ત્યારે સરકાર પણ હવે ટિજિટલ માધ્યમો પર ગાળિયો મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આવા માધ્યમોના પણ પ્રકાશકોએ સત્તાવાર નોંધણી માટે અરજી કરવી પડશે અને કાયદો અમલમાં આવ્યાના 90 દિવસની અંદર નોંધણી ફરજિયાત કરવામાં આવશે.આ સાથે, ડિજિટલ પ્રકાશકોએ પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે પણ તેની નોંધણી કરાવવી પડશે,  અને જો આ નિયમોનું  ઉલ્લંઘન કરવામાં આવશે તો આવા કિસ્સામાં વિવિધ પ્રકાશનો સામે પગલાં લેવાની પણ સત્તા હશે, જો કઓિ ગેરરિતી જણાય તો સંબંધિત અધિકારી આવા ડિજિટલ મીડિયાની નોંધણી સસ્પેન્ડ અથવા રદ કરી શકે છે અને દંડ પણ લાદી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષે સાથે એક અપીલ બોર્ડ પણ નિમવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ડિજિટલ મીડિયા અત્યાર સુધી કોઈ કાયદા કે નિયમનને આધીન નથી. આ સુધારાઓ ડિજિટલ મીડિયાને માહિતી અને પ્રસારણ મંત્રાલયના નિયંત્રણ હેઠળ લાવશે.

વડાપ્રધાન કાર્યાલય દ્વારા હજુ સુધી મંજૂરી બાકી 
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલને વડાપ્રધાન કાર્યાલય દ્વારા હજુ સુધી મંજૂરી મળી નથી.  વર્ષ 2019 માં, ડ્રાફ્ટ બિલ રજૂ કરતી વખતે, કેન્દ્રએ ડિજિટલ મીડિયા પરના સમાચારને ડિજિટલ ફોર્મેટમાં સમાચાર તરીકે  વર્ગીકૃત કર્યા હતા જે ઇન્ટરનેટ, કમ્પ્યુટર અથવા મોબાઇલ નેટવર્ક પર પ્રસારિત થાય છે, જેમાં વિડીયો, ટેક્સ્ટ, ઓડિયો અને ગ્રાફિક્સનો સમાવેશ થાય છે જેના કારણે ભારે હોબાળો થયો હતો અને તેને ડિજિટલ ન્યૂઝ મીડિયાને નિયંત્રિત કરવાના પ્રયાસ તરીકે જોવ આવે છે.  પ્રેસ અને સામયિકની નોંધણી બિલ બ્રિટિશ યુગના પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એક્ટ 1867નું સ્થાન લેશે જે દેશમાં અખબારો અને પ્રિન્ટિંગ પ્રેસનું સંચાલન કરે છે.
Tags :
Advertisement

.

×