Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ, હવે સસ્તામાં ઘર બનાવવાનું સપનું થશે પૂર્ણ

એક બાજુ દેશભરમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ લોકોની મુસ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને લઈને એક મહત્વપૂર્ણ અને ખુબ જ ઉપયોગી જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે કેન્દ્ર કર્મચારીઓને ફાયદો થશે. થોડા દિવસ પહેલા જ કેન્દ્ર કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યા પછી હવે કેન્દ્ર સરà
કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ  હવે સસ્તામાં ઘર
બનાવવાનું સપનું થશે પૂર્ણ

એક
બાજુ દેશભરમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. તો બીજી તરફ કેન્દ્ર સરકાર વિવિધ
યોજનાઓ હેઠળ લોકોની મુસ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે. હાલમાં જ કેન્દ્ર
સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને લઈને એક મહત્વપૂર્ણ અને ખુબ જ ઉપયોગી જાહેરાત
કરવામાં આવી છે. જેના પગલે કેન્દ્ર કર્મચારીઓને ફાયદો થશે. થોડા દિવસ પહેલા જ
કેન્દ્ર કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યા પછી હવે કેન્દ્ર સરકારે વધુ એક જાહેરાત
કરી છે. જે કર્મચારી પોતાનું ઘર ખરીદવા માંગે છે તેના માટે આ સરકારની યોજના ખુબ જ
ઉપયોગી સાબિત થશે. 

Advertisement


મોદી સરકારે ઘર બનાવવા કે પછી ઘર કે ફ્લેટ ખરીદવા માટે બેંકો
પાસેથી જે લોન લીધી છે તેની ચૂકવણી માટે આપવામાં આવતા એડવાન્સના વ્યાજદરમાં 0.8
ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો એ એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે.
આવાસ અને
શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમમાં એડવાન્સ વ્યાજદરમાં
ઘટાડા અંગે માહિતી આપવામાં આવી છે.
હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે 7.1 ટકા વાર્ષિક
વ્યાજ દરે એડવાન્સ લઈ શકશે. અગાઉ આ દર વાર્ષિક 7.9 ટકા હતો.

Advertisement


Advertisement

7મા પગાર પંચ અને હાઉસ બિલ્ડીંગ એડવાન્સ (HBA) નિયમો
2017ની ભલામણો મુજબ
કેન્દ્રીય
કર્મચારીઓને મકાનોના બાંધકામ અથવા ખરીદી માટે આપવામાં આવેલ એડવાન્સ સરળ વ્યાજ દરે
આપવામાં આવે છે. જ્યારે બેંકો ચક્રવૃદ્ધિ વ્યાજ પર હોમ લોન આપે છે. આ નિયમ હેઠળ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મૂળ પગારના હિસાબે 34 મહિના અથવા વધુમાં વધુ 25
લાખ રૂપિયા સુધીનું એડવાન્સ લઈ શકે છે. આ ઉપરાંત
જે રકમ ઓછી હોય તે ઘરની
કિંમત અથવા તેની ચૂકવણી કરવાની ક્ષમતામાંથી એડવાન્સ તરીકે લઈ શકાય છે.


કેન્દ્રીય કર્મચારીઓ ઘર બનાવવા અથવા ફ્લેટ કે મકાન ખરીદવા માટે બેંક
પાસેથી લીધેલી હોમ લોન પણ ચૂકવી શકે છે. આ એડવાન્સ કાયમી અને હંગામી બંને
કર્મચારીઓ માટે ઉપલબ્ધ હશે. પરંતુ હંગામી કર્મચારીઓની નોકરી સતત પાંચ વર્ષ માટે
હોવી જોઈએ. કેન્દ્ર સરકારના કર્મચારીઓને બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી
લોન લીધી હોય તે દિવસથી એડવાન્સ મળશે.
HBA ઉપયોગ પ્રમાણપત્ર બેંક-ચુકવણી માટે એડવાન્સ જારી કર્યાની તારીખથી એક
મહિનાની અંદર સબમિટ કરવાનું રહેશે.

Tags :
Advertisement

.