Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એકનાથ શિંદે પાસેથી બાળકીએ લીધી મુખ્યમંત્રી બનવાની ટીપ્સ, જુઓ વિડીયો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એક બાળકી વચ્ચેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બાળકી સીએમ શિંદેને મુખ્યમંત્રી બનવા અંગે સલાહ માંગતી જોવા મળી રહી છે. વિડીયોમાં દેખાતી બાળકી અન્નદ ડામરે એકનાથ શિંદેને તેમના નંદનવન બંગલામાં મળી હતી.આ દરમિયાન બાળકીને સીએમ શિંદેને પૂછ્યું, 'શું તે પણ પૂરગ્રસ્ત લોકોની મદદ કરીને મુખ્યમંત્રી બની શકà
એકનાથ શિંદે પાસેથી બાળકીએ લીધી મુખ્યમંત્રી બનવાની ટીપ્સ  જુઓ વિડીયો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એક બાળકી વચ્ચેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં બાળકી સીએમ શિંદેને મુખ્યમંત્રી બનવા અંગે સલાહ માંગતી જોવા મળી રહી છે. વિડીયોમાં દેખાતી બાળકી અન્નદ ડામરે એકનાથ શિંદેને તેમના નંદનવન બંગલામાં મળી હતી.
આ દરમિયાન બાળકીને સીએમ શિંદેને પૂછ્યું, "શું તે પણ પૂરગ્રસ્ત લોકોની મદદ કરીને મુખ્યમંત્રી બની શકે છે? જ્યારે આસામમાં પૂર આવ્યું હતું, ત્યારે તમે લોકોની મદદ કરવા માટે પાણીમાંથી પસાર થયા હતા. શું હું મદદ કરીને મુખ્યમંત્રી બની શકું? ?
બાળકીના આ નિર્દોષ સવાલો સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. સીએમ એકનાથ શિંદેએ છોકરીનું મનોબળ વધારવા માટે કહ્યું, "હા તમે ચોક્કસ મુખ્યમંત્રી બની શકો છો. અમે તેના પર ઠરાવ પસાર કરીશું." આ પછી છોકરી અન્નદાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને દિવાળી દરમિયાન તેને ગુવાહાટી લઈજવાનું વચન આપવાનું કહ્યું. જેના પર સીએમ શિંદે સંમત થયા અને કહ્યું,હા અમે ચોક્કસ જઈશું. શિંદેએ છોકરીને પૂછ્યું કે તમારે કામાખ્યા મંદિર જવું છે?અન્નદાએ જવાબમાં હા પાડી. બાળકીની આ વાત સાંભળીને સીએમ શિંદેએ ત્યાં હાજર લોકોને કહ્યું કે આ છોકરી ખૂબ જ સ્માર્ટ છે.
ઉલ્લેખનિય છે કે શિવસેનાના 39 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કર્યો અને ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ છોડવા દબાણ કર્યું. એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યોનું એક જૂથ 22 જૂને ગુવાહાટી પહોંચ્યું હતું. આઠ દિવસ પછી, 30 જૂને, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 
Advertisement

Tags :
Advertisement

.