Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળકીના આધાર કાર્ડ પર લખ્યું હતું, 'મધુ કા પાંચવાં બચ્ચા'

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક આધાર કાર્ડે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. વાસ્તવમાં તેમાં આ આધાર કાર્ડ બનાવતી વખતે દાખવાયેલી લાપરવાહી જોવા મળી રહી છે. વાયરલ થયેલા આ આધાર કાર્ડમાં બાળકના નામની જગ્યાએ લખવામાં આવ્યું હતું કે 'મધુ કા પાંચવાં બચ્ચાં.' આધાર કાર્ડમાં આધાર નંબર પણ લખવામાં આવ્યો ન હતો. વાલી જયારે બે વર્ષ પછી આધાર કાર્ડ લઇને બાળકને સ્કુલમાં પ્રવેશ અપાવવા ગયા ત્યારે સમગ્ર àª
બાળકીના આધાર કાર્ડ પર લખ્યું હતું   મધુ કા પાંચવાં બચ્ચા
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક આધાર કાર્ડે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે. વાસ્તવમાં તેમાં આ આધાર કાર્ડ બનાવતી વખતે દાખવાયેલી લાપરવાહી જોવા મળી રહી છે. વાયરલ થયેલા આ આધાર કાર્ડમાં બાળકના નામની જગ્યાએ લખવામાં આવ્યું હતું કે 'મધુ કા પાંચવાં બચ્ચાં.' આધાર કાર્ડમાં આધાર નંબર પણ લખવામાં આવ્યો ન હતો. વાલી જયારે બે વર્ષ પછી આધાર કાર્ડ લઇને બાળકને સ્કુલમાં પ્રવેશ અપાવવા ગયા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. 
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બિલ્સી નામના ગામમાં આ અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો છે, જેની દેશભરમાં સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે. આ ગામનો એક શખ્સ પોતાના બાળકને લઇને સ્કુલમાં પ્રવેશ અપાવવા ગયો ત્યારે શિક્ષકે તેને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કારણ એટલું જ  હતું કે આધાર કાર્ડ પર બાળકનું નામ લખાયુ ન હતું. પણ તેના સ્થાને 'મધુ કા પાંચવા બચ્ચા' લખવામાં આવ્યું હતું. આધાર કાર્ડ પર બાળકનું આ પ્રકારનું નામ જોઇને શિક્ષક ચોંકી ઉઠયા હતા અને તેણે વાલીને આધાર કાર્ડમાં બાળકનું યોગ્ય રીતે નામ લખવાની સૂચના  આપી રવાના કરી દીધો હતો. 
આ આધાર કાર્ડ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયું હતું. બિલ્સી ગામના આ  યુવકના પાંચ બાળકો છે અને તેમાંથી ત્રણ બાળકો ગામની સ્કુલમાં અભ્યાસ કરે છે અને તે તેની બાળકીને સ્કુલમાં પ્રવેશ અપાવવા ગયો ત્યારે  શિક્ષકે પ્રવેશની તમામ પ્રક્રિયા પુર્ણ કરી બાળકીનું આધાર કાર્ડ માંગ્યું ત્યારે આધાર કાર્ડ જોઇને ચોંકી શિક્ષક ચોંકી ઉઠયા હતા. તેમાં બાળકીના નામના સ્થાને 'મધુ કા પાંચવાં બચ્ચા' લખેલું હતું અને  તેમાં સૌથી મહત્વની બાબત એ હતી કે આધાર કાર્ડ પર આધાર નંબર પણ લખવામાં આવ્યો ન હતો. આધાર કાર્ડ બનાવતી વખતે કેવી લાપરવાહી દાખવવામાં આવે છે તેનું આ ઉદાહરણ છે. 
Advertisement
Tags :
Advertisement

.