Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ શહેરોમાં ગરબા રમવા માટે થાય છે પડાપડી, અહીં જઈને આપ પણ માણી શકો છો રમઝટ

અહીં કેટલાક પ્રખ્યાત શહેરો વિશે વાત કરી રહ્યા છે જ્યાં ગરબા લોકપ્રિય રીતે રમાય છે. તમે નવરાત્રિ દરમિયાન આ શહેરોની મુલાકાત પણ લઈ શકો છો. ચાલો જણાવીએ કે તમે કયા શહેરોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન શહેરો અને ગામડાઓમાં અલગ-અલગ રોનક જોવા મળે છે. ક્યાંક રામલીલાનું આયોજન થાય છે તો ક્યાંક ગરબા રમાય છે. દેશમાં એવà«
12:53 PM Sep 28, 2022 IST | Vipul Pandya
અહીં કેટલાક પ્રખ્યાત શહેરો વિશે વાત કરી રહ્યા છે જ્યાં ગરબા લોકપ્રિય રીતે રમાય છે. તમે નવરાત્રિ દરમિયાન આ શહેરોની મુલાકાત પણ લઈ શકો છો. ચાલો જણાવીએ કે તમે કયા શહેરોની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.
 

નવરાત્રિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન શહેરો અને ગામડાઓમાં અલગ-અલગ રોનક જોવા મળે છે. ક્યાંક રામલીલાનું આયોજન થાય છે તો ક્યાંક ગરબા રમાય છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ગરબા રમવા જઈ શકો છો. ગરબા એ ગુજરાતનું પ્રખ્યાત લોકનૃત્ય છે. મહિલાઓ અને પુરુષો પરંપરાગત ડ્રેસ પહેરીને આ નૃત્ય કરે છે. આવો જાણીએ તમે કયા શહેરોમાં ગરબા રમવા જઈ શકો છો.

અમદાવાદ- તમે અમદાવાદ જઈ શકો છો. ગરબા અને દાંડિયા નાઈડ્સ માટે અમદાવાદ ખૂબ જ પ્રખ્યાત છે. દરરોજ રાત્રે અહીં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીં દાંડિયા રાસમાં જોડાવા માટે તમારે કેટલીક જગ્યાએ થોડી એન્ટ્રી ફી ચૂકવવી પડી શકે છે.
વડોદરા- તમે વડોદરા જઈ શકો છો. નવરાત્રિ દરમિયાન, તમે અહીં દાંડિયા અને ગરબાનો ભરપૂર આનંદ માણી શકશો. નવરાત્રિમાં સાંજની આરતી પછી અહીં સ્ત્રી-પુરુષ ગરબામાં જોડાય છે. તમે વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડની મુલાકાત લઈ શકો છો. દર વર્ષે અહીં ગરબાનું આયોજન કરવામાં આવે છે.

મુંબઈ- મુંબઈમાં પણ નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં તમે કેટલાક ફિલ્મ સ્ટાર્સને પણ જોઈ શકશો. તમે મુંબઈ સ્થિત કુચી ગ્રાઉન્ડમાં દાંડિયા અને ગરબા રમવા જઈ શકો છો. આ જગ્યાએ તમે દાંડિયાનો ભરપૂર આનંદ માણી શકશો.
દિલ્હી- તમે દિલ્હીમાં પણ દાંડિયા અને ગરબા રમવાની ખૂબ મજા માણી શકો છો. અહીં તમે ઘણી જગ્યાએ પારંપારિક નૃત્ય જોવાનો આનંદ માણી શકો છો. રોહિણી, એડવેન્ચર આઇલેન્ડ અને પંડારા પાર્ક જેવા સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
Tags :
DandiyaGarbaGujaratFirstVadodaraGarba
Next Article