Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજી: ઓલ્વેઝ ખુશ રહેવાની રમત, ફિલ્મ જોઈ નવલકથા વાંચવાનું ચોક્કસ મન થશે

ગુજરાતી ફિલ્મ રાજી આલ્વેઝ ખુશ 24 જુને રિલીઝ થઈ રહી છે. ‘રાજી’ ફિલ્મ એક એવી છોકરીની જીંદગી પર આધારિત છે જે  ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની જાત સાથે ખુશ રહી શકે છે. આ ફિલ્મ અંગ્રેજી નવલકથા પર આધારિત ફિલ્મ છે. “રાજી” પોલિએનાના ચાહકોને તો જરુર ગમશે પણ જેણે પોલિએનાને નથી વાંચી તેમને આ ફિલ્મ જોઈ નવલકથા વાંચવાનું મન થશે. આવા ગંભીર વિષયો પર ગુજરાતી ભાષામાં ખૂબ ઓછી ફિલ્મો બને છે. ભલે à
રાજી  ઓલ્વેઝ ખુશ રહેવાની રમત  ફિલ્મ જોઈ નવલકથા વાંચવાનું ચોક્કસ મન થશે
ગુજરાતી ફિલ્મ રાજી આલ્વેઝ ખુશ 24 જુને રિલીઝ થઈ રહી છે. ‘રાજી’ ફિલ્મ એક એવી છોકરીની જીંદગી પર આધારિત છે જે  ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાની જાત સાથે ખુશ રહી શકે છે. આ ફિલ્મ અંગ્રેજી નવલકથા પર આધારિત ફિલ્મ છે. “રાજી” પોલિએનાના ચાહકોને તો જરુર ગમશે પણ જેણે પોલિએનાને નથી વાંચી તેમને આ ફિલ્મ જોઈ નવલકથા વાંચવાનું મન થશે. આવા ગંભીર વિષયો પર ગુજરાતી ભાષામાં ખૂબ ઓછી ફિલ્મો બને છે. ભલે આ વિષય ગંભીર લાગતો પણ ફિલ્મમાં મેકર્સે તેને સહજતાથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કોઇ ઉપદેશાત્મત ફિલ્મ નથી પરંતુ વાસ્તિવિક જીવનની દુવિધાઓ વચ્ચે હળવાફૂલ કેવી રીતે જીવી શકાય તે  દર્શાવે છે.  આ ફિલ્મમાં મસ્તમૌલા 12 વર્ષની લાડલી ‘રાજી’ અને તેની રાજી રહેવાની રમત દર્શાવે છે. 
પોલિેએનાની નવલકથા પર આધારિત આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. વિશ્વની મોટાભાગની બધી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. સાથે જ  તેના પરથી નાટકો, સિરિયલ્સ અને વિશ્વની અનેક વિવિધ ભાષાઓમાં ફિલ્મો પણ બની છે.  હવે વાચકોની લાડલી ‘પોલીઆના’ને ‘રાજી’ બની ગુજરાતી સિનેમાના પડદે આવી રહી છે.
ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આજકાલ ખૂબ સારા કન્ટેન્ટ સાથે ગુજરાતી ફિલ્મોમાં પ્રયોગાત્મક ફિલ્મો આવી રહી છે. ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર ફિલ્મ બજાબાના લેખક દિગ્દર્શક રમેશ કરોલકરે આ ફિલ્મ બનાવી છે. નવલકથાના મૂળ ભાવને પકડી ગુજરાતી પટકથા તૈયાર કરવાનું મુશ્કેલ કામ રમેશ કરોલકર, જાણીતા લેખિકા નીલમબેન દોશી અને ચિરાગ ઠક્કરે સાથે મળીને કર્યું છે. સાથે જ ફિલ્મમાં ગુજરાતના જાણીતા કવિ ધ્રુવ ભટ્ટની બે કવિતાઓ પણ સમાવાઇ છે. જાણીતા કલાકાર  ગોપી દેસાઇએ પણ આ ફિલ્મમાં મનોરમાનું પાત્ર ભજવ્યું છે. બાળ કલાકાર રાજીનો સાહજિક અભિનય, દર્શકોને  એક્ટિંગ કરતી નહિ પણ પોલિઆનાને જીવતી હોય એવું લાગ્યા કરશે. સાથે જ તેની માસીના પાત્રમાં સુજાતા શ્રોફ છે. 
આ ફિલ્મના લેખન વિશે વાત કરતાં નીલમ દોશીએ 'ગુજરાત ફર્સ્ટ ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે , આ ફિલ્મમાં નાયક એક નાનકડી 12 વર્ષની બાળકી છે. જેનું પાત્ર ડેન્સી પટેલે નિભાવ્યું છે. આ ફિલ્મ લખતા સમયે કોરોનાના કપરા સમયમાં કોન્ફરન્સ કોલમાં કલાકો સુધી ચર્ચાઓ કરી કરીને આ ફિલ્મનું લેખન થયું  છે. આમ તો આ ફિલ્મમાં કોઇ મોટા સ્ટાર સ્ટાર નથી, કે ઝાકમઝોળ નથી. ફિલ્મનું સબળ પાસું તેનો વિષય છે. તેથી ફિલ્મ દર્શકોને ગમશે. સાથે જ આ ફિલ્મના શાળાઓમાં શો પણ કરવામાં આવશે.  
આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારા એવા નારગોલ,માઉન્ટ આબુ અને અમદાવાદમાં થયું છે. સાથે જ સિનેમેટોગ્રાફી રાવજી સોંદરવાએ કરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રમેશ કારોલકર અને આશિષ પટેલ છે.  
Advertisement
Tags :
Advertisement

.