ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસની ચૂંટણીમાં હાર બાદ G-23 ફરી સક્રિય, ગુલાબ નબીના ઘરે યોજાઈ બેઠક નવા અધ્યક્ષની કરી માંગ

દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે લથડી રહી છે. ત્યારે હવે ફરી જી-23ના સભ્યો સક્રિય થયા છે. પંજાબમાં પણ કોંગ્રેસને સત્તામાંથી હાથ ધોવા પડ્યા છે. પંજાબમાં કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે. ત્યારે હવે G-23ના સભ્યોએ પાર્ટીના અધ્યક્ષની માંગણી કરી છે. મળતી માહિતી મà
03:20 PM Mar 11, 2022 IST | Vipul Pandya

દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. જેમાં
કોંગ્રેસને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે.
કોંગ્રેસની સ્થિતિ દિવસે દિવસે લથડી રહી છે.
ત્યારે હવે ફરી જી-23ના સભ્યો સક્રિય થયા છે.
પંજાબમાં પણ કોંગ્રેસને સત્તામાંથી હાથ ધોવા પડ્યા છે. પંજાબમાં
કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટીએ જોરદાર જીત મેળવી છે. ત્યારે હવે
G-23ના સભ્યોએ પાર્ટીના અધ્યક્ષની માંગણી કરી છે. મળતી માહિતી મુજબ
જી-23ના સભ્યોની મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગનું આયોજન ગુલાબ નબી આઝાદના
ઘરે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કપિલ સિબ્બલ અને મનીષ તિવારી સહિતના
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

જો કે કોંગ્રેસ અધ્યક્ષના મુદ્દે ચૂંટણી પરિણામ પહેલા રાહુલ ગાંધીના
નિવાસસ્થાને એક બેઠક પણ યોજવામાં આવી છે. આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ
બઘેલ
, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, યુપીના મહાસચિવ પ્રિયંકા ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ભાગ લીધો હતો. આ બેઠકમાં કહેવામાં
આવ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી સમિતિ (
CEC) સપ્ટેમ્બર 2022 સુધીમાં તેના આગામી અધ્યક્ષની પસંદગી
કરી શકે છે. 

Tags :
CongressCongressPartyGujaratFirstGulabNabiAzadkapilsibbalpriyankagandhiRhulGnadhiSoniaGandhi
Next Article