G-20 ફ્રેમવર્ક વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક મળી, વૈશ્વિક જોખમો પર વિચાર-વિમર્શ કર્યો
ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ પ્રથમ ફ્રેમવર્ક વર્કિંગ ગ્રૂપની (Framework Working Group)બેઠક શુક્રવારે બેંગલુરુમાં મળી. આ બેઠકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત અને સ્થિર રાખવા પર વ્યાપક ચર્ચા થઈ હતી.નાણા મંત્રાલયના નેજા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની પ્રથમ બેઠક દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની (Global economy)સાથે વિકાસશીલ દેશો માટે મજબૂત, દૂરગામી, àª
ભારતની G-20 અધ્યક્ષતા હેઠળ પ્રથમ ફ્રેમવર્ક વર્કિંગ ગ્રૂપની (Framework Working Group)બેઠક શુક્રવારે બેંગલુરુમાં મળી. આ બેઠકમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત અને સ્થિર રાખવા પર વ્યાપક ચર્ચા થઈ હતી.નાણા મંત્રાલયના નેજા હેઠળ ફાઇનાન્સ ટ્રેક એજન્ડા પર કેન્દ્રિત બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેની પ્રથમ બેઠક દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની (Global economy)સાથે વિકાસશીલ દેશો માટે મજબૂત, દૂરગામી, સંતુલિત અને સમાવેશી આર્થિક નીતિઓ પર ચર્ચા કરવામાં આવી. ફ્રેમવર્ક વર્કિંગ ગ્રુપ (FWG)8 ફાઇનાન્સ ટ્રેક વર્કિંગ ગ્રુપમાંથી એક છે, જે હેઠળ હાલમાં વિશ્વમાં પ્રવર્તી રહેલા મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
વૈશ્વિક મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ અને વૈશ્વિક જોખમો પર તેમના મંતવ્યો રજૂ કર્યા
ત્યારે શુક્રવારે મીટિંગના પ્રથમ દિવસે ભારતના તમામ નાણાકીય નિષ્ણાતો તેમજ G-20 સભ્ય દેશોએ વૈશ્વિક મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ અને વૈશ્વિક જોખમો પર તેમના મંતવ્યો રજૂ કર્યા. જૂથના સભ્યોએ મજબૂત, સસ્ટેનેબલ, સંતુલિત અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નીતિ સંકલનના સંભવિત ક્ષેત્રો પર વિસ્તૃત ચર્ચા કરી. આ કાર્યકારી જૂથની સહ-અધ્યક્ષતાની જવાબદારી ભારત અને બ્રિટન પાસે છે.આ અગાઉ,બુધવારે ભારતના સિલિકોન વેલી સમાન બેંગલુરુમાં જી-20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેન્ક્સના ડેપ્યુટી ચીફ્સ (એફસીબીડી) ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતે વૈશ્વિક અર્થતંત્ર સામેના પડકારોનો સામનો કરવા માટે તેની પ્રાથમિકતાઓ રજૂ કરી, જેને સભ્ય દેશો તરફથી બહોળું સમર્થન મળ્યું હતું.
ભારતીય પ્રાથમિકતાઓને સભ્ય દેશો તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે: અજય સેઠે
G-20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંકોના ડેપ્યુટી ચીફ્સની બેઠકની સહ અધ્યક્ષતા નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય સેઠ અને RBIના ડેપ્યુટી ગવર્નર ડૉ. માઇકલ ડી. પાત્રાએ કરી હતી. અજય સેઠે કહ્યું કે ભારતીય પ્રાથમિકતાઓને સભ્ય દેશો તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે અને તમામ પ્રાથમિકતાઓ પર સહમતિ બની છે. તેમણે કહ્યું કે સમસ્યાઓના નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી પ્રાથમિકતાઓ અંગે કોણ શું કામ કરશે તે પણ નક્કી કરવામાં આવ્યું છે. ભારતની અધ્યક્ષતામાં ફાઇનાન્સ ટ્રેક બેઠકોમાં વૈશ્વિક મેક્રો ઇકોનોમિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં G-20 સભ્યો સહિત વિશ્વભરના 184 વિવિધ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. G-20 સભ્યો ઉપરાંત 13 આમંત્રિત દેશો અને 17 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ છે.
વિદેશી પ્રતિનિધિમંડળ ભારતીય પ્રતિભા જોઈને અભિભૂત થયું
G-20 ફાઇનાન્સ અને સેન્ટ્રલ બેંકોના ડેપ્યુટી ચીફ્સની બેઠક પૂરી થયા બાદ G-20 સભ્યોએ ગુરુવારે ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc)ની મુલાકાત લીધી હતી. અત્યાધુનિક સંશોધન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત આ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ પર કરવામાં આવેલ કાર્યથી વિદેશી પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. પ્રતિનિધિ મંડળે વિધાનસભા, બેંગલુરુ પેલેસ અને મહાત્મા ગાંધી પ્રતિમાની પણ મુલાકાત લીધી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement