બોલિવૂડની ફિલ્મોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે!
અગાઉ પણ આપણે કોઈક સંદર્ભમાં આ વાત કરેલી છે. બોલિવૂડની ફિલ્મોનું કલેવર જે વર્ષોથી ઘડાયું છે એમાં હજુ ઝાઝો ફેર પડ્યો નથી. ટેકનિકલી બોલિવૂડની ફિલ્મો વધારે સમૃદ્ધ થઇ છે, ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે - પણ નિર્માતાઓની માનસિકતા અભિનેતાઓની માનસિકતા અને સ્ક્રિપ્ટ રાઈટરસની માનસિકતા હજુ પણ જૂનાપુરાણા હોવાને કારણે ધીમે ધીમે બોલિવૂડની હિન્દી ફિલ્મો સાઉથની ફિલ્મોની બરોબરીમાં કમ સે કમ કમાણà
અગાઉ પણ આપણે કોઈક સંદર્ભમાં આ વાત કરેલી છે. બોલિવૂડની ફિલ્મોનું કલેવર જે વર્ષોથી ઘડાયું છે એમાં હજુ ઝાઝો ફેર પડ્યો નથી. ટેકનિકલી બોલિવૂડની ફિલ્મો વધારે સમૃદ્ધ થઇ છે, ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે - પણ નિર્માતાઓની માનસિકતા અભિનેતાઓની માનસિકતા અને સ્ક્રિપ્ટ રાઈટરસની માનસિકતા હજુ પણ જૂનાપુરાણા હોવાને કારણે ધીમે ધીમે બોલિવૂડની હિન્દી ફિલ્મો સાઉથની ફિલ્મોની બરોબરીમાં કમ સે કમ કમાણી કરવામાં આપણી ઉતરી છે.
બોલિવૂડના નિર્માતા, નિર્દેશકો અને સમગ્ર ઉદ્યોગે સામૂહિક રીતે આ વિષય ઉપર ચિંતન કરવું જોઈશે. કારણ કે જે ઝડપથી બોલિવૂડની ફિલ્મોની સામે સાઉથ હિન્દી ડબ થયેલી ફિલ્મો સફળ થઇ રહી છે એક સમાચાર એવા પણ છે કે આજકાલ બોલીવુડની મોટા ભાગની ફિલ્મો એક કે બે વિકમાં થિયેટરમાં ઉતરી જાય છે જ્યારે એની સામે સાઉથની ફિલ્મો 13 -14 અઠવાડિયા પછી પણ કમાણીના સંદર્ભમાં હિટ સાબિત થાય છે અને પ્રેક્ષકોને ખેંચી શકે છે.
આપણે કોઈ ફિલ્મ સમીક્ષકની દ્રષ્ટીએથી એની વિવેચન ન કરી શકીએ કે એના કારણો પર વિશ્લેષણ પણ ન કરી શકીએ પણ એક સાદું સીધું ગણિત કહો તો ગણિત અને સમજ કહું તો સમજ એ એ છે કે આજકાલ ઓડિયન્સને બોલિવૂડની ફિલ્મો વધારે પસંદ આવતી નથી અથવા તો બોલિવુડની ફિલ્મોને પૂરતો રિસ્પોન્સ મળતો નથી અને એ કારણે બોલિવૂડની ફિલ્મોના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે.
આજે આપણી પાસે મહેબૂબ ખાન કે રાજ કપૂર જેવા જમાનાને ઓળખનારા અને એ પ્રમાણે ફિલ્મોના નિર્માણમાં પરિવર્તન લાવનારા ધૂપંધરો હયાત નથી. એક ખોટ વર્તાય છે પણ સાથે સાથે આપણી પાસે કરણ જોહર અને સુભાષ ઘાઈ અને સંજય લીલા ભણસાલી જેવા ફિલ્મ નિર્માતાઓ- નિર્દેશકો છે. એમણે એમના સાથે જોડાયેલા સૌ કોઈએ સાથે બેસીને બોલિવૂડની ફિલ્મો સામે ઊભા થયેલા આ નવા પ્રકારના પડકારને પહોંચી વળવાના ઉપાયો શોધવા પડશે એવું અત્યારે તો લાગે છે.
Advertisement