પાર્ટીની બેઠકમાંથી ચીનના પૂર્વ રાષ્ટ્રપતિને બહારનો રસ્તો બતાવાયો, જુઓ વિડીયો
ચીન (China)માં કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)ની 20મી કોંગ્રેસમાં ત્રીજી વખત શી જિનપિંગના રાજ્યાભિષેક વચ્ચે મોટો ડ્રામા થયો હતો. ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીથી પાર્ટી કોંગ્રેસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે હુ જિન્તાઓને હાંકી કાઢવામાં આવ્યા ત્યારે ચીનના ગ્રેટ હોલમાં સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર શેર થઈ રહ્યો છે.સુરક્ષ
08:35 AM Oct 22, 2022 IST
|
Vipul Pandya
ચીન (China)માં કોમ્યુનિસ્ટ પાર્ટી (Communist Party)ની 20મી કોંગ્રેસમાં ત્રીજી વખત શી જિનપિંગના રાજ્યાભિષેક વચ્ચે મોટો ડ્રામા થયો હતો. ચીનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીથી પાર્ટી કોંગ્રેસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે હુ જિન્તાઓને હાંકી કાઢવામાં આવ્યા ત્યારે ચીનના ગ્રેટ હોલમાં સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર શેર થઈ રહ્યો છે.
સુરક્ષાકર્મીઓએ જિન્તાઓને બળજબરીથી હટાવ્યા
વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સુરક્ષાકર્મીઓ હાથ પકડીને હુ જિન્તાઓને બળજબરીથી હટાવી રહ્યા છે. આ દરમિયાન હુ જિન્તાઓ ત્યાંથી જવા માંગતા ન હતા અને વિરોધ કર્યો હતો, પરંતુ તેમને હાથ પકડીને ગ્રેટ હોલની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. ચીનના એક નેતાએ હુ જિન્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજાએ તેમને રોક્યા હતા.
શી જિનપિંગની હાજરીમાં હાંકી કઢાયા
હુ જિન્તાઓ 79 વર્ષના છે અને તેમને ગ્રેટ હોલની આગળની સીટ પર બેસાડવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમની બરાબર સામે બેઠા હતા. આ પછી બે લોકો તેની પાસે આવે છે. હુ જિન્તાઓએ તેમની સાથે થોડીવાર વાત કરી. હુ જિન્તાઓને કયા સંજોગોમાં હાંકી કાઢવામાં આવ્યા હતા તે હજુ સ્પષ્ટ નથી.
વડાપ્રધાનને પણ સેન્ટ્રલ કમિટિમાંથી હાંકી કઢાયા
એટલું જ નહીં પાર્ટી કોંગ્રેસ બાદ શી જિનપિંગના કટ્ટર વિરોધી રહેલા વડાપ્રધાન લી કેકિયાંગને સેન્ટ્રલ કમિટિમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. પાર્ટી કોંગ્રેસમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચીનના વડાપ્રધાન લી કેકિયાંગને કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય નેતૃત્વની સેન્ટ્રલ કમિટીમાંથી હટાવી દેવામાં આવ્યા છે.
જિનપિંગના રાજ્યાભિષેકનો રસ્તો સાફ
શી જિનપિંગ પછી બીજા ક્રમે આવનાર ચીનના વડા પ્રધાન પક્ષની ભૂમિકામાંથી નિવૃત્ત થયા છે. વડાપ્રધાન લીને શી જિનપિંગના મુખ્ય હરીફ માનવામાં આવતા હતા. આ સાથે જ ત્રીજી વખત શી જિનપિંગના રાજ્યાભિષેકનો રસ્તો સાફ થઈ ગયો છે.
મોટા ફેરબદલની અપેક્ષા હતી
ઉલ્લેખનીય છે કે 20મી કોંગ્રેસ પહેલા જ અંદાજ લગાવવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને બાદ કરતાં ચીનના ટોચના નેતૃત્વમાં મોટો ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ બેઠકમાં બીજા નંબરના નેતા પ્રીમિયર લી કેકિયાંગ સહિત તમામ ટોચના અધિકારીઓને લઈને પણ ચર્ચા થવાની શક્યતા જણાવવામાં આવી રહી છે.
Next Article