Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2022 ની સૌથી મોસ્ટ અવેઇટેડ ફિલ્મમાંની એક ફિલ્મમાંથી કિયારા અડવાણીનો પહેલો લૂક આવ્યો સામે,

જ્યારથી બોલિવૂડની મોસ્ટ વેઇટેડ ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 નું ટીઝર બહાર આવ્યું છે, દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે દર્શકોને ફિલ્મના બીજા ભાગથી ઘણી અપેક્ષાઓ છે. જો કે આ ફિલ્મમાં પહેલા ભાગ સિવાય કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ જોવા મળવાના છે. દરમિયાન, કિયારાએ તાજેતરમાં જ ચાહકો સાથે ફિલ્મનો તેનો પહેàª
2022 ની સૌથી  મોસ્ટ અવેઇટેડ ફિલ્મમાંની એક ફિલ્મમાંથી કિયારા અડવાણીનો પહેલો લૂક આવ્યો સામે

જ્યારથી બોલિવૂડની મોસ્ટ વેઇટેડ ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 નું ટીઝર બહાર આવ્યું છે, દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગને દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે દર્શકોને ફિલ્મના બીજા ભાગથી ઘણી અપેક્ષાઓ છે. જો કે આ ફિલ્મમાં પહેલા ભાગ સિવાય કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ જોવા મળવાના છે. દરમિયાન, કિયારાએ તાજેતરમાં જ ચાહકો સાથે ફિલ્મનો તેનો પહેલો લુક શેર કર્યો છે.

Advertisement

અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની એક વીડિયો ક્લિપ શેર કરી છે. શેર કરાયેલા આ વીડિયોમાં અભિનેત્રીનો ડરી ગયેલા ચહેરાએ લોકોની ઉત્સુકતા વધારી છે. અગાઉ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું આ ટીઝર પણ ઘણું ડરામણું હતું, જેને જોઈને લોકો ધ્રૂજી ગયા હતા. 
ટીઝરની શરૂઆત ફિલ્મના પ્રખ્યાત ગીત 'આમી જે તુમ્હારો'થી થાય છે. આ પછી ટીઝરમાં ભૂતિયા હવેલીની ઝલક બતાવવામાં આવી છે. અચાનક તમારી સામે એક ડરામણો ચહેરો દેખાય છે. આ પછી કાર્તિક આર્યનની એન્ટ્રી થાય છે. ગળામાં રુદ્રાક્ષની માળા, માથા પર દુપટ્ટો અને કુર્તા પહેરેલો કાર્તિકનો સ્વેગ જોવા જેવો છે. કાર્તિક સાથે રાજપાલ યાદવની ઝલક પણ બતાવવામાં આવી છે. 
ફિલ્મનું આ ટીઝર જોયા બાદ ચાહકો ફિલ્મની રિલીઝ માટે આતુર છે. ભૂલ ભૂલૈયા 2 એ વર્ષ 2022 ની સૌથી  મોસ્ટ અવેઇટેડ ફિલ્મમાંની એક છે. પહેલા આ ફિલ્મ 2021માં રિલીઝ થઈ રહી હતી, પરંતુ પછી કોરોનાને કારણે ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી તે માર્ચમાં રિલીઝ થવાની હતી, પરંતુ પછી કેટલાક કારણોસર તેને મોકૂફ રાખવામાં આવી હતી. 'ભૂલ ભુલૈયા 2' 20 મે 2022ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત કિયારા અડવાણી, રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને તબ્બુ પણ જોવા મળશે. જ્યારે અક્ષય કુમાર, વિદ્યા બાલન, રાજપાલ યાદવ, અમીષા પટેલ, શાઇની આહુજા અને પરેશ રાવલ 'ભૂલ ભૂલૈયા'માં જોવા મળ્યાં હતા.
Advertisement
Tags :
Advertisement

.