ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

DOOGEE S98 Pro ફોનનો પ્રથમ લૂક થયો લોન્ચ, એલિયનની યાદ અપાવી

મજબૂત સ્માર્ટફોન બનાવતી કંમ્પની  Doogee એ એક એવો ફોન ડિઝાઇન કર્યો છે જેની ડિઝાઇન તમને એલિયનની યાદ અપાવી દેશે. ઓનલાઈન સામે આવેલી તાજેતરની ઈમેજ મુજબ Doogee S98 Pro એ એક નવો રફ અને ટફ સ્માર્ટફોન છે. જે એક અનોખી ડિઝાઈનને ફ્લોન્ટ કરે છે. એવું લાગે છે કે સ્માર્ટફોન એલિયન-પ્રેરિત ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. S98 આ લુક લોકોને આકર્ષવામાં વધુ મદદરૂપ બનશે. S98 Proમાં ઓક્ટા-કોર MediaTek Helio G96 ચિપસેટ અને ટ્રિપલ રà«
03:29 PM Apr 20, 2022 IST | Vipul Pandya
મજબૂત સ્માર્ટફોન બનાવતી કંમ્પની  Doogee એ એક એવો ફોન ડિઝાઇન કર્યો છે જેની ડિઝાઇન તમને એલિયનની યાદ અપાવી દેશે. ઓનલાઈન સામે આવેલી તાજેતરની ઈમેજ મુજબ Doogee S98 Pro એ એક નવો રફ અને ટફ સ્માર્ટફોન છે. જે એક અનોખી ડિઝાઈનને ફ્લોન્ટ કરે છે. એવું લાગે છે કે સ્માર્ટફોન એલિયન-પ્રેરિત ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. S98 આ લુક લોકોને આકર્ષવામાં વધુ મદદરૂપ બનશે. S98 Proમાં ઓક્ટા-કોર MediaTek Helio G96 ચિપસેટ અને ટ્રિપલ રીઅર કેમેરા આપવામાં આવ્યા છે.
Doogee S98 Proની સૌથી રસપ્રદ વાત કેમેરાની  ડિઝાઈન છે. જે એલિયનના માથાની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે 6.3-ઇંચની HD LCD ડિસ્પ્લે છે. તે MediaTek Helio G96 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
જાણો ફોનના ખાસ ફિચર્સ વિશે
Doogee S98 Pro એક બથ્થડ સ્માર્ટફોન તરીકે ડેબ્યૂ કરવા માટે કહેવાય છે. તે ચોક્કસ પ્રમાણપત્રો ધરાવે છે જે તેની ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ ડિઝાઇનની બાંહેદરી આપે છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ રીડર, કસ્ટમાઇઝ કરી શકાય તેવી કી અને વર્ચ્યુઅલ ટૂલ કીટનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ડિવાઈસ એન્ડ્રોઈડ 12 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે.
ફોટોગ્રાફી માટે, ફોનમાં સોની IMX582 48-મેગાપિક્સલનું પ્રાયમરી સેન્સર, 20-મેગાપિક્સેલ નાઇટ વિઝન કેમેરા અને થર્મલ ઇમેજિંગ કેમેરા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફ્રન્ટમાં સેલ્ફી અને વિડિયો કૉલિંગ માટે 16-મેગાપિક્સલનો સોની IMX582 સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે તેમ ચર્ચાઈ રહ્યું છે.
ફોનમાં  8GB રેમ અને 256GB રોમનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે. મળતી માહિતી મુજબ સ્માર્ટફોનમાં 6000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. આ સાથે જ 33Wનું  ફાસ્ટ ચાર્જર અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ આપવામાં આવ્યું છે. 
કિંમત કેટલી હશે?
કલર અને કિંમતની વાત કરવામાં આવે તો  Doogee હજુ પણ કોઈ વિગતો બહાર પાડી નથી. જ્યારે Doogee S98 Pro લોન્ચ થવા જઈ રહ્યો છે ત્યારે તેમની કિંમત માટે લોકોએ મેં મહિનાના અંત સુધીની રાહ જોવી પડશે. 
Tags :
alienlookdoogeeDOOGEES98ProGujaratFirstSmartPhone
Next Article