Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેચના પ્રથમ દિવસે પંતની તોફાની બેટિંગ, ભારતે 6 વિકેટે બનાવ્યા 357 રન

પંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે.  ભારતના 6 વિકેટે 357 રનઆ મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો, વિરાટ કોહલી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો, તે 45 રન
02:52 AM Mar 05, 2022 IST | Vipul Pandya
પંજાબના મોહાલીમાં ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ મેચ છે. વળી, રોહિત શર્માની કેપ્ટન્સીમાં, ભારત પ્રથમ વખત ટેસ્ટ મેચ રમવા માટે ઉતર્યું છે. 

ભારતના 6 વિકેટે 357 રન
આ મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો, વિરાટ કોહલી અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો હતો, તે 45 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે શુક્રવારે તેની પ્રથમ ઇનિંગમાં છ વિકેટે 357 રન બનાવ્યા હતા. ભારત માટે રિષભ પંતે 96, હનુમા વિહારીએ 58 રન બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ પોતાની 100મી ટેસ્ટમાં 45 રન બનાવ્યા. દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 45 જ્યારે રવિચંદ્રન અશ્વિન 10 રન બનાવીને રમી રહ્યા હતા. શ્રીલંકા તરફથી લસિથ એમ્બુલદેનિયાએ બે વિકેટ ઝડપી હતી.
વિરાટના 8,000 રન પૂરા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ લંચ સુધી પહેલા સેશનમાં 2 વિકેટે 109 રન બનાવ્યા હતા. ઓપનર રોહિત 29 અને મયંક અગ્રવાલ 33 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ કોહલીએ શ્રીલંકા સામે મોહાલી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 38 રન બનાવતાની સાથે જ પોતાના 8000 ટેસ્ટ રન પૂરા કરી લીધા હતા. તેણે પોતાની 100મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ક્રિઝ પર જાડેજા અને અશ્વિન
પ્રથમ દિવસની રમત પૂરી થઈ ગઈ છે. પ્રથમ દિવસે 85 ઓવર બાદ ભારતનો સ્કોર 6 વિકેટે 357 રન છે. રવિન્દ્ર જાડેજા 44 અને રવિચંદ્રન અશ્વિન 10 રને રમી રહ્યા છે.
રિષભ પંત સદીથી ચુક્યો
રિષભ પંત સદીથી ચુકી ગયો છે. પંતને સુરંગા લકમલે બોલ્ડ આઉટ કર્યો હતો. પંત બોલનો બચાવ કરવા માંગતો હતો, પરંતુ તે બોલની લાઇન ચૂકી ગયો. રિષભ પંતે 97 બોલમાં નવ ચોક્કા અને ચાર છક્કાની મદદથી 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Tags :
CricketFirstDayFirstTestGujaratFirstINDVsSLRishabhPantSports
Next Article