નવેમ્બરમાં જોવા મળશે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો ગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો
આ વર્ષનું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ આવતા મહિને એટલે કે નવેમ્બરમાં થવાનું છે.હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થશે. ખાસ વાત એ છે કે આ દિવસે દેવ દીવાળીનો પર્વ છે. નિષ્ણાતો દેવ દિવાળી ગ્રહણના એક દિવસ પહેલા ઉજવવાની વાત કરી રહ્યા છે. ચંદ્રગ્રહણ 2022 તારીખ અને સમયચંદ્રગ્રહણ 08 નવેમ્બર 2022, મંગળવારના રોજ છે. ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે સાંજે 05:32 કલાકે શરૂ થશે અને સાંજે 06.18 કàª
10:27 AM Oct 26, 2022 IST
|
Vipul Pandya
આ વર્ષનું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ આવતા મહિને એટલે કે નવેમ્બરમાં થવાનું છે.હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થશે. ખાસ વાત એ છે કે આ દિવસે દેવ દીવાળીનો પર્વ છે. નિષ્ણાતો દેવ દિવાળી ગ્રહણના એક દિવસ પહેલા ઉજવવાની વાત કરી રહ્યા છે.
ચંદ્રગ્રહણ 2022 તારીખ અને સમય
ચંદ્રગ્રહણ 08 નવેમ્બર 2022, મંગળવારના રોજ છે. ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે સાંજે 05:32 કલાકે શરૂ થશે અને સાંજે 06.18 કલાકે સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણનું સુતક ક્યારે શરૂ થશે ?
ચંદ્રગ્રહણનું સૂતક સવારે 09.21 કલાકે શરૂ થશે અને સૂતક કાળ સાંજે 06.18 કલાકે સમાપ્ત થશે.
ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
8 નવેમ્બરે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં કોલકાતા, સિલિગુડી, પટના, રાંચી, ગુવાહાટી વગેરે સ્થળોએ જોઈ શકાશે. વિશ્વમાં દેવ દીપાવલીના બીજા દિવસે ચંદ્રગ્રહણ ઉત્તર અને પૂર્વ યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના સ્થળોએ દેખાશે.
ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો
1. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણનો સુતક સમય ગ્રહણના 9 કલાક પછી શરૂ થાય છે. વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં જોઈ શકાશે.
2. ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ 08 નવેમ્બરે બપોરે 01.32 વાગ્યાથી શરૂ થશે અને 07.27 વાગ્યા સુધી ચાલશે.
3. માન્યતા અનુસાર ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયગાળા દરમિયાન કાળજી લેવી જોઈએ.
4. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો અશુભ માનવામાં આવે છે.આ ગ્રહણનો સુતક સમયગાળો 09 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ પૂર્ણ થયા પછી સમાપ્ત થાય છે.
5. સુતક કાળની શરૂઆત પછી પૂજા વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.
6. ચંદ્રગ્રહણ દરમિયાન યાત્રા કરવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી ગ્રહણના સમયગાળા દરમિયાન મુસાફરી ટાળવી જોઈએ.
7. ચંદ્રગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ અથવા તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
Next Article