Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રોજીદમાં એક સાથે નીકળી 4 વ્યક્તિની અંતિમ યાત્રા, ગામમાં શોકનો માહોલ

બોટાદ જીલ્લાના બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 31 લોકોના મોત થયા છે. 30 વધુ લોકોની સારવાર કરાઇ રહી છે જેમાં ઘણા લોકોની હાલત ગંભીર ગણાવાઇ છે. રોજીદ ગામમાં ઝેરી લઠ્ઠાના કારણે વધુ 4 વ્યક્તિના મોત થયા છે. રોજીદના અંદાજે 14થી 15 લોકો સારવાર હેઠળ છે. રોજીદ ગામના 9 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડના કારણે ગામમાં શોકનો માહોલ છવાયો છે. મંગળવારે રોજીદ ગામમાં 4 વ્યક્તિઓની અ
06:32 AM Jul 26, 2022 IST | Vipul Pandya
બોટાદ જીલ્લાના બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 31 લોકોના મોત થયા છે. 30 વધુ લોકોની સારવાર કરાઇ રહી છે જેમાં ઘણા લોકોની હાલત ગંભીર ગણાવાઇ છે. 
રોજીદ ગામમાં ઝેરી લઠ્ઠાના કારણે વધુ 4 વ્યક્તિના મોત થયા છે. રોજીદના અંદાજે 14થી 15 લોકો સારવાર હેઠળ છે. રોજીદ ગામના 9 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડના કારણે ગામમાં શોકનો માહોલ છવાયો છે. મંગળવારે રોજીદ ગામમાં 4 વ્યક્તિઓની અંતિમ યાત્રા નિકળી હતી. મૃતદેહોને ટ્રેક્ટરમાં ગોઠવીને અંતિમયાત્રા નિકળી હતી. ઘટનાના પગલે  સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ગત સાંજથી જ અધિકારીઓ અને મેડિકલ ટીમો બોટાદ ખાતે પહોંચી છે. 
રોજીદમાં મોતના કારણે હાહાકાર મચી ગયો છે. લઠ્ઠાકાંડના કારણે પોલીસે 13 લોકો સામે ફરિયાદ નોંધી છે અને મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી લેવાઇ છે. તમામે ભેગા મળીને ઇરાદાપૂર્વક દારુમાં કેમિકલ ભેળવીને લોકોના મોત નિપજાવ્યા હોવાનો પોલીસે ગુનો નોંધ્યો છે. 
પોલીસે ગજુ બહેન વડદરિયા, પિન્ટુ દેવીપૂજક, વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા, સંજય કુમારખાણીયા, હરેશ આંબલિયા, જટુભા લાલુભા, વિજય ઉર્ફે લાલો પઢીયાર, ભવાન નારાયણ, સન્ની રતિલાલ, નસીબ છના, રાજુ, અજિત કુમારખાણીયા, ભવાન રામુ અને ચમન રસિક સામે ગુનો નોંધ્યો છે
રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ કહ્યું કે આ ઘટનામાં 13 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને 10ને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જેમણે કેમિકલ મોકલ્યું તે તમામની ઓળખ થઈ છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે આ કેમિકલ FSLમાં રાત્રે જ મોકલ્યું હતું અને Fslનો રિપોર્ટ આવી ગયો છે. 
આ સાથે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ના એસપી નિરલિપ્ત રાય પણ બરવાળા ખાતે પહોંચી ગયા છે. 
બીજી તરફ ભોગ બનનારા 12 લોકોને અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે જેમાં 6 દર્દીઓને ડાયાલીસીસ કરવામાં આવી રહી છે જ્યારે 6 દર્દીની હાલત સ્થિર ગણાવાઇ છે. 
બીજી તરફ આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે આ ઘટના દુખદ છે.જેમાં 25 થી વધુ લોકોના મોત થયા છે. એ ગ્રામ પંચાયતના લેટરપેડ પર મહિના પહેલા રજૂઆત  કરાઇ હતી કે ખુબ દારુ વેચાય છે. અને લઠ્ઠાકાંડ થશે. જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ગુજરાતમાં લઠ્ઠાકાંડ થઇ રહ્યા છે. આજે ગુજરાતમાં 25 થી વધુના મોત છે. જેમાં સંપુર્ણ બેદરકારી સરકારની છે. નવા નિશાળીયા આવ્યા છે, તેમને સરકાર ચલાવતા આવડતી નથી. લોકોની સુરક્ષા કરતા આવડતી નથી. સીએમ અને મુખ્યમંત્રી રાજીનામુ આપે તેવી તેમણે માગ કરી હતી. 
 
Tags :
AlcoholDhandhukaGujaratFirstLaththakand
Next Article