ટાઈટલ માટે આજે અંતિમ જંગ, 7મી વખત એશિયા કપ જીતવા મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા
બાંગ્લાદેશમાં રમાઈ રહેલો મહિલા એશિયા કપ 2022 (Women's Asia Cup) આજે સમાપ્ત થઈ રહ્યો છે. ફાઇનલમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ખિતાબનો જંગ ખેલાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ સતત સાતમી વખત એશિયા કપ ચેમ્પિયન (Asia Cup Champion) બનવા માંગશે તો બીજી તરફ શ્રીલંકાની ટીમ પણ આ વર્ષે પુરૂષોની જેમ જ કપ જીતવા માંગશે. જોકે, મેચ પહેલા જ ભારતીય ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.ભારત અને શ્રીલંકાની ટીમ ફાઈનલમાં આમને-સામનà«
05:55 AM Oct 15, 2022 IST
|
Vipul Pandya
બાંગ્લાદેશમાં રમાઈ રહેલો મહિલા એશિયા કપ 2022 (Women's Asia Cup) આજે સમાપ્ત થઈ રહ્યો છે. ફાઇનલમાં ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચે ખિતાબનો જંગ ખેલાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ સતત સાતમી વખત એશિયા કપ ચેમ્પિયન (Asia Cup Champion) બનવા માંગશે તો બીજી તરફ શ્રીલંકાની ટીમ પણ આ વર્ષે પુરૂષોની જેમ જ કપ જીતવા માંગશે. જોકે, મેચ પહેલા જ ભારતીય ટીમનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
ભારત અને શ્રીલંકાની ટીમ ફાઈનલમાં આમને-સામને
મહિલા એશિયા કપ 2022 (Women's Asia Cup 2022) તેના અંતિમ તબક્કામાં આવી ગયો છે અને ભારત અને શ્રીલંકા (IND vs SL)ની ટીમો ફાઈનલ મેચમાં આમને-સામને છે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં આવી છે, જેની નજર 7મા ટાઇટલ પર છે. આ સાથે જ શ્રીલંકાની ટીમ પ્રથમ વખત ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરવાની છે. બાંગ્લાદેશ દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટે ભારતીય યુવા ખેલાડીઓને તક આપી જેણે સાબિત કર્યું છે કે તેઓ દબાણના સમયમાં પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે. તેમણે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને શાનદાર પ્રદર્શન કર્યું. ભલે કેપ્ટન કે વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના વધારે યોગદાન ન આપી શક્યા હોય, પણ ગભરાવાની કોઈ વાત નથી.
કાગળ પર ભારત મજબૂત
આ ટૂર્નામેન્ટમાં દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ અને શેફાલી વર્મા શાનદાર રમત બતાવી છે. ટૂર્નામેન્ટમાં ભારતને માત્ર પાકિસ્તાન સામે જ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેઓ શ્રીલંકા સામે છે અને કાગળ પર ભારત મજબૂત દેખાય છે. લંકાનો ઓસાદા રાણાસિંઘે ટીમની એકમાત્ર બેટર છે જેણે 100થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે. હર્ષિતા માધવી અને નિલાક્ષી ડી સિલ્વાએ પણ રન બનાવ્યા હતા જ્યારે સ્ટાર ખેલાડી ચમારી અટ્ટાપટ્ટુ માત્ર 96 રન જ બનાવી શકી હતી.
ટૂર્નામેન્ટની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ ભારતે નોંધાવી હતી જીત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયા કપની પ્રથમ ગ્રુપ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકા સામે 41 રને શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં ભારતે જેમિમા રોડ્રિગ્સના 53 બોલમાં 76 રન અને હરમનપ્રીતના 30 બોલમાં 33 રનના આધારે 20 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દયાલન હેમલતાએ બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દીપ્તિ શર્મા અને પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યાં છે. આ મેચમાં ટીમને સ્મૃતિ મંધાના પાસેથી મોટા સ્કોરની આશા હશે.
મેચ જોવા માટે કરો માત્ર આટલું
તમે આ ભારત વિ. શ્રીલંકા મેચને Star Sports ચેનલ અથવા Disney hotstar પર લાઈવ જોઈ શકો છો. મેચ બપોરે 1 વાગ્યે શરૂ થશે અને ટોસ 12:30 વાગ્યે થશે.
Next Article