Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની દીકરી રાગ પટેલના અવાજ સાથે શરુ થાય છે ફિલ્મ ‘આરઆરઆર’, જુઓ વિડીયો

બાહુબલિ ફેમ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રામચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ અભિનિત આ ફિલ્મ બાહુબલિની માફક જ બ્લોકબસ્ટર સાબિત થશે અને તમામ રેકોર્ડ તોડશે. ત્યારે શુક્રવારે એટલે કે 25 માર્ચે ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઇ છે. જેની સાથે જ ગુજરાત માટે એક વિશેષ ગર્વની વાત પણ સામે à
04:05 PM Mar 25, 2022 IST | Vipul Pandya
બાહુબલિ ફેમ ડાયરેક્ટર એસ એસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રામચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ અભિનિત આ ફિલ્મ બાહુબલિની માફક જ બ્લોકબસ્ટર સાબિત થશે અને તમામ રેકોર્ડ તોડશે. ત્યારે શુક્રવારે એટલે કે 25 માર્ચે ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઇ છે. જેની સાથે જ ગુજરાત માટે એક વિશેષ ગર્વની વાત પણ સામે આવી છે.
10મા ધોરણમાં અભ્યાસ કરે છે
પ્રકાશ હાઇસ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરતી રાગ પટેલ જ્યારે 10 વર્ષની હતી ત્યારથી સીંગીંગની તાલિમ લઇ રહી છે. 10 વર્ષની ઉંમરથી તે અનિકેત ખાંડેકર પાસેથી તાલિમ મેળવી રહી છે. મ્યુઝિકના દરેક ઝોનરના ગીતો તે ગાય છે. ખાસ કરીને લતા મંગેશકર પ્રત્યે તેને સવિશેષ પ્રેમ અને આદર છે. અત્યારે માત્ર 15 વર્ષની ઉંમરે તેને આટલા મોટા બેનર સાાથે કામ કરવાની તક મળી છે. જે વિશે તેણે ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી.

આટલો મોટો બ્રેક મળ્યા બાદ કેવું લાગે છે?
મેં ક્યારેય નહોતું વિચાર્યુ કે મને આટલી મોટી ફિલ્મમાં ગાવા મળશે. મારા માતા પિતાએ મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. તેઓ મારા પહેલા ચીયરલીડર્સ છે.
આ ફિલ્મમાં ગાવાની તક કઇ રીતે મળી?
આરઆરઆર દ્વારા ફેસબૂક પર એવી જાહેરાત આપવામાં આવી હતી કે તેઓ 12-15 વર્ષની બાળકીની શોધમાં છે, જે સારું ગાય શકે. ત્યારબાદ રાગ પટેલે પોતાના ત્રણ વિડીયો મોકલ્યા. ગત ઓગષ્ટ મહિનામાં ફેસબૂક પેઇજના માધ્યમથી તેણે પોતાની ક્લિપ મોકલી હતી. જે સપ્ટેમ્બરમાં પસંદ થઇ. બાદમાં તેઓ હૈદદરાબાદ ગયા અને ત્યાં રાજામૌલી અને કીરવાની સાથે રેકોર્ડ કર્યુ. ફિલ્મમાં એક મિનિટ સાત સેકેન્ડનું મારુ ગીત આવે છે. જે નાની આલિયા પર ફિલ્માવાયું છે.

સિંગીંગની સાથે ચિત્રકળામાં પણ મહારત
સિંગીંગની સાથે સાથે રાગ પટેલ સરસ મજાાના ચિત્રો પણ બનાવે છે. તેણે અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના 100 જેટલા ચિત્રો બનાવ્યા છે.  આ સિવાય સ્વિમિંગ અને બાસ્કેટબોલમાં પણ રુચિ ધરાવે છે.  કોરોના કાળ દરમિયાન જયારે સ્વિમિંગ બંધ થયું તયારે તેણે બાસ્કેટબોલ રમવાનું શરુ કર્યુ હતું. આ બધા સાથે સિંગીંગ તો ખરું જ જેમાં તેણે પહેલે પગલે જ છલાંગ મારી છે.
રાગને પાણીપુરી બહું ભાવે છે
‘ગુજરાત ફર્સ્ટ’ સાથે વાત કરતા રાગ પટેલે જણાવ્યું કે તેને પાણીપુરી બહુ ભાવે છે. રાગને રાગ દરબારી સૌથી વધારે અઘરો લાગે છે.  તેને આગળ વધીને પ્લેબેક સિંગર બનવું છે. તેને પોપ સોંગ અને મસ્તી સોંગ નથી ગમતા. રાગ પટેલ પોતાને મળેલી આ સફળતા અનિકેત ખાંડેકર અને પોતાની માતાને અર્પણ કરે છે. રાગ જણાવે છે કે તેની માતાનો સપોર્ટ સૌથી વધારે મળે છે. 
રાગના જન્મ પહેલા જ તેનું નામ નક્કી  હતું!
રાગ પટેલના પિતાનું નામ રાજીવ પટેલ છે અને માતાનુ નામ રિદ્ધિ પટેલ છે. રાગના પિતા રેડિયો સાથે સંકળાયેલા છે. જ્યારે માતા સંપૂર્ણ રીતે રાગને સમય આપે છે. રાગ પટેલ અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહે છે. બીજી એક રસપ્રદ વાત એ જાણવા મળી છે કે રાગના જન્મ પહેલા જ તેના માતા પિતાએ તેનું નામ નક્કી કરી નાંખ્યું હતું. તેના માતા પિતાએ નક્કી કર્યુ હતું કે દીકરો જન્મે કે દીકરી તેનું નામ રાગ રાાખીશું. તેવામાં આજે રાગ પટેલે પોતના નામને સાર્થક કરીને બતાવ્યું છે.
‘હું ક્યારેય તેને સફળ થવા માટે ફોર્સ નહીં કરું’
રાગના પિતા રાજીવ પટેલે ‘ગુજરાત ફર્સ્ટ’ને જણાવ્યું કે મારું માનવું છે કે જો બાળકોને અભ્યાસની સાથે જો ઇત્તર પ્રવૃતિમાં રસ હોય તો પ્રોત્સાહન આપવું જોઇએ. રાગની આ સફળતા બાદ હું ક્યારેય તેને વધારે સફળ થવા માટે ફોર્સ નહીં કરું. તેને ગમતું હશે તે કામ જ તે કરશે. પહેલા એવું કહેવાતું હતું કે ગુજરાતી બાળકો ભણીને આગળ વધે અથવા તો વારસાગત ધંધો સંભાળે. જો કે હવે એવું નથી. ગુજરાતના બાળકો અને યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. મારી દીકરીની સફળતાથી મને ગર્વ છે.

દીકરીનું ટાઇમ ટેબલ સાચવવા માાતાએ પોતાનું ટાઇમ ટેબલ ખોરવ્યું
રાગ પટેલની માતા રિદ્ધિ પટેલે જણાવ્યું કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી નાની ઉંમરમાં દીકરી આ મુકામ સુધી પહોંચશે. મેં દીકરી માટે ઘણો ભોગ આપ્યો છે. હું માત્ર કરવા ખાતર કોઇ કામ નથી કરાવતી, પરંતુ પુરી ધગશ સાથે તમામ પ્રવૃતિ કરે તે માટે તેમાં જોડાવ છું. તેને સાંજે સિંગીંગ ક્લાસમાં સમયસર લેવા મુકવા જવું પડે એટલે સાંજની રસોઇ ત્રણ વાગે જ બનાવી લઉં છે. સવારે ચાર વાગે રાગ રિયાઝ કરવા માટે ઉઠે છે, ત્યારે હું પણ ઉઠું છું.
સોશિયલ મીડિયામાં પેઇજ છે, પણ રાગ તેનાથી દૂર છે
રાગ પટેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ફેસબૂક પર તેમનું રાગસુરતાલ નામનું પેઇજ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેનું પેઇજ છે. જેના ઘણા બધા ફોલોઅર્સ પણ છે. જેમાં તે નિયમિત રીતે પોતાની સિંગિંગ અને પેઇન્ટિંગના વિડીયો અપલોડ કરે છે. જો કે તેના પિતાએ જણાવ્યું કે રાગના સોશિયલ મીડિયા પેઇજ તે નથી સંભાળતી. આ પેઇજ પર તેના માાતા પિતા વીડિયો અપલોડ કરે છે. રાગની ઉંમર નાની હોવાથી તેને સોશિયલ મીડિયાથી દૂર રાખવામાં આવી છે. 
Tags :
AhmedabadGujaratGujaratFirstRaagPatelRajamouliRRRSinger
Next Article