Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્વર્ગસ્થ શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતા માટે આ ફિલ્મ ગર્વની ક્ષણ

સમગ્ર દેશ એક તરફ મોસ્ટ એવેઇટેડ ફિલ્મ 'મેજર'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તો બીજી તરફ સ્વર્ગસ્થ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતા માટે પણ આ ફિલ્મ જોવી એ એટલી જ ગર્વની ક્ષણ હતી કારણ કે તે તેમના દીકરાની પ્રેરણાદાયી સફર હતી. આ ફિલ્મ તેમના પુત્ર., 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં બહાદુરી અને તેમના બલિદાનની વાર્તા છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલિઝ કરાઇ આદિવી શેષ સ્ટારર ફિલ્મ '
સ્વર્ગસ્થ શહીદ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા પિતા માટે આ ફિલ્મ ગર્વની ક્ષણ

સમગ્ર દેશ એક તરફ મોસ્ટ એવેઇટેડ ફિલ્મ 'મેજર'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો, તો બીજી તરફ સ્વર્ગસ્થ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતા માટે પણ આ ફિલ્મ જોવી એ એટલી જ ગર્વની ક્ષણ હતી કારણ કે તે તેમના દીકરાની પ્રેરણાદાયી સફર હતી. આ ફિલ્મ તેમના પુત્ર., 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં બહાદુરી અને તેમના બલિદાનની વાર્તા છે.

Advertisement


ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલિઝ કરાઇ 
આદિવી શેષ સ્ટારર ફિલ્મ 'મેજર' મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મ એક ડેકોરેટેડ NSG કમાન્ડોની વાર્તા કહે છે જે 26/11ના હુમલા દરમિયાન ડઝનેક લોકને બચાવતી વખતે મૃત્યુ પામ્યો હતો. આ ફિલ્મમાં મેજરને સંપૂર્ણ ગૌરવ અને ગ્રેસ સાથે સ્ક્રીન પર લાવવા બદલ દર્શકો અને વિવેચકો દ્વારા અભિનેતાની પ્રશંસા કરવામાં આવી રહી છે. મેજર આજે રિલીઝ થઈ છે અને આ ફિલ્મની માત્ર પ્રેક્ષકો, વિવેચકો દ્વારા જ પ્રશંસા કરવામાં આવી નથી પરંતુ દિવંગત મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના માતા-પિતાએ પણ ફિલ્મ પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. તેથી ચોક્કસપણે એમ કહી શકાય કે મેજરે બધાના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલિઝ કરાઇ છે. 

અમારી બધી ખરાબ યાદોને ભૂલી જવાની ફરજ પાડી: પિતા
ફિલ્મની પ્રશંસા કરતા સ્વર્ગસ્થ સંદીપના પિતા કે. ઉન્નીક્રિષ્નને કહ્યું, "અમે જે જોયું અને અનુભવ્યું છે તેનું આ ખૂબ જ સારું પ્રતિબિંબ છે. તેમણે અમને અમારી બધી ખરાબ યાદોને ભૂલી જવાની ફરજ પાડી છે. તે ખૂબ જ સારી રીતે બનેલી ફિલ્મ છે. દિલથી સમગ્ર ટીમને અભિનંદન. આ સાથે જ કે. ઉન્નીક્રિષ્નને વધુમાં ઉમેર્યું કે, “સંદીપે તેમના છેલ્લાં શ્વાસ સુધી દેશ માટે લડત આપી અને તે હંમેશા વિશ્વના લાખો લોકો માટે પ્રેરણા બની રહેશે. 'મેજર'ની આખી ટીમ વખાણને લાયક છે. 

સારી યાદો પાછી આવી ગઈ
ફિલ્મમાં અભિનય, દિગ્દર્શન, સાઉન્ડ અને એડિટિંગ તમામ પાસાઓમાં કમાલ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ફિલ્મની ટીમ અમારા ઘરે આવી અને તમામ તસવીરો કોપી કરીને સ્ક્રીન પર એટલી સારી રીતે રજૂ કરી કે સંદીપ સાથેની અમારી બધી સારી યાદો પાછી આવી ગઈ. મેં મારી કારકિર્દી હૈદરાબાદમાં શરૂ કરી અને સંદીપ જ્યારે અહીં પોસ્ટ થયો ત્યારે  પણ તે મારી સાથે રહેતો હતો. 'મેજર'ની સમગ્ર ટીમનો આભાર".
Tags :
Advertisement

.