ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અસલી શિવસેના કઇ તે અંગેની લડાઈ શરૂ, ઉદ્ધવ ઠાકરેએ લીધો સુપ્રીમ કોર્ટનો સહારો

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'મને ખબર છે કે આ કયા પક્ષ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેની મને ખબર નથી કે તે કેવા પ્રકારની 'કેમેસ્ટ્રી' છે, પરંતુ આ લોકોને ખબર નથી કે તેઓ શું ભૂલ કરે છે. શિવસેનાની લડાઈ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ઉદ્ધવ ઠાકરેના જૂથે ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અસલી શિવસેના કઇ તે અંગેની લડાઈ શરૂએકનાથ શિંદે જૂથે ચૂં
09:04 AM Jul 25, 2022 IST | Vipul Pandya
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'મને ખબર છે કે આ કયા પક્ષ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેની મને ખબર નથી કે તે કેવા પ્રકારની 'કેમેસ્ટ્રી' છે, પરંતુ આ લોકોને ખબર નથી કે તેઓ શું ભૂલ કરે છે. શિવસેનાની લડાઈ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ઉદ્ધવ ઠાકરેના જૂથે ચૂંટણી પંચની કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 

અસલી શિવસેના કઇ તે અંગેની લડાઈ શરૂ
એકનાથ શિંદે જૂથે ચૂંટણી પંચ સમક્ષ દાવો કર્યો છે કે તેમનું જૂથ અસલી શિવસેના છે. આ સંદર્ભમાં ચૂંટણી પંચે બંને પક્ષોને  પોતપોતાના સમર્થનમાં તેમના દાવા રજૂ કરવા કહ્યું હતું. ખાસ વાત એ છે કે વિદ્રોહ પછી મહારાષ્ટ્રમાં શિવસેના પર કોનું નિયંત્રણ અને અસલી શિવસેના કોણ તે અંગેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઉદ્ધવ કેમ્પ વતી રજૂ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી ચૂંટણી પંચ આ મામલે આગળ વધી શકે નહીં. બંને પક્ષોએ એકબીજાના ધારાસભ્યો અને અન્ય બાબતો અંગે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.
શિવસેનાને ખતમ કરવાનો આરોપ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે પાર્ટીમાં અગાઉના બળવાથી વિપરીત આ વખતે બળવાનો ઉદ્દેશ્ય શિવસેનાને ખતમ કરવાનો છે. રવિવારે દક્ષિણ મુંબઈમાં વોર્ડ-સ્તરની પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ શિવસેનાના કાર્યકરોને સંબોધતા ઠાકરેએ દાવો કર્યો હતો કે શિવસેના હિન્દુત્વની રાજનીતિમાં જ માને છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના રાજકીય હિત માટે હિન્દુત્વનો ઉપયોગ કરે છે. 

બળવો શિવસેનાને હંમેશ માટે ખતમ કરવાનો છે
ગયા મહિને, શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે અને અન્ય 39 ધારાસભ્યોએ પક્ષના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, જેના કારણે ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારનું પતન થયું હતું. 30 જૂને, શિંદેએ મુખ્ય મંત્રી પદ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ઠાકરેએ કહ્યું, "અગાઉના બળવાથી વિપરીત, આ બળવો શિવસેનાને હંમેશ માટે ખતમ કરવાનો છે. તેઓએ શિવસેનાને ખતમ કરવા માટે  એજન્સીઓને રોકી છે. પરંતુ આ પૈસા અને વફાદારી વચ્ચેની લડાઈ છે.

અમારે માત્ર ઉત્સાહની જ નહીં, પરંતુ પક્ષના સભ્યો તરીકે લોકોના નક્કર સમર્થનની ઝલક
ઠાકરે 27 જુલાઈએ 62 વર્ષના થશે. તેમણે કહ્યું કે આ વખતે તેમને તેમના જન્મદિવસ પર કોઇ ગુલદસ્તો જોઈતો નથી, પરંતુ શિવસેનાના કાર્યકર્તાઓ તરફથી એફિડેવિટની જરૂર છે કે તેઓ પાર્ટી પર વિશ્વાસ રાખે છે અને વધુને વધુ લોકોને પાર્ટીના સભ્યો તરીકે જોડશે. ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, "લડાઈ હવે ભારતના ચૂંટણી પંચ સુધી પણ પહોંચી ગઈ છે, બંને જૂથો મૂળ શિવસેના હોવાનો દાવો કરે છે," ઠાકરેએ કહ્યું. અમારે માત્ર ઉત્સાહની જ નહીં, પરંતુ પક્ષના સભ્યો તરીકે લોકોના નક્કર સમર્થન અને નોંધણીની પણ જરૂર છે. કોઈનું નામ લીધા વિના, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો, જેમણે કથિત રીતે કહ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ શિવસેનાના 40 બળવાખોર ધારાસભ્યોને તેમની પાર્ટીમાં ભેળવી દેશે.
 
હાજર ભીડે  'ગદ્દાર' ના નારા લગાવ્યા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'મને ખબર છે કે આ લોકો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ લોકોને ખબર નથી કે તેઓએ શું ગડબડ કરી છે.' બળવાખોર ધારાસભ્યોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, મને ખબર નથી કે તમને  ક્યા નામે  બોલાવવા. તેના પર ત્યાં હાજર ભીડે  'ગદ્દાર' ના નારા લગાવ્યા. ત્યારે શિવસેના પ્રમુખે કહ્યું હતું કે, "તે તેમના માથા પરનો સ્ટેમ્પ છે અને તેઓ જ્યાં પણ જશે ત્યાં આ સ્ટેમ્પ તેમના માથે રહેશે ."  જે તેમના કર્મોનું ફળ છે. પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં આજે તેઓ કેન્દ્ર સરકારની સુરક્ષાને લઈને ફરે છે. તેમણે કહ્યું કે 'શિવસેનાએ સામાન્ય લોકોને ખાસ બનાવ્યા છે' અને તેથી જ આ 40 (બળવાખોર) ધારાસભ્યો ચૂંટણી જીત્યા. તેમણે કહ્યું કે હવે શિવસેનાના કાર્યકર્તાઓના નવા જૂથ સાથે તેમને અલગ કરવાનો સમય આવી ગયો છે.
 
આ પહેલાં એકનાથ જૂથે  ઇલેકેશન કમિશનને પત્ર લખીને પક્ષ પર દાવો રજૂ કર્યો હતો. જો કે, કમિશને 8 ઓગસ્ટ સુધીમાં બંને જૂથો પાસેથી પોતપોતાના દાવા અને વાંધાઓ માંગ્યા હતા.
 
આ પણ વાંચો - હોદ્દા પરથી હટતાં જ રામનાથ કોવિંદ પર મહેબૂબા મુફ્તીએ સાધ્યું નિશાન
Tags :
AeknathsindeelectioncommissionGujaratFirstRajThackeryShivshenaUddhavThackeray
Next Article