ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જામનગરમાં બાળકોના વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો, એક પણ બાળક ન આવ્યું

આજે ગુજરાતમાં 12 થી 14 વર્ષના બાળકો માટે વેક્સિન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળામાંથી બાળકોને રસીકરણનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ વેક્સિનેશન અભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ થયું ગયું છે, આ વચ્ચે જામનગરથી આ અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જીહા, જામનગરમાં પણ 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાà
08:09 AM Mar 16, 2022 IST | Vipul Pandya
આજે ગુજરાતમાં 12 થી 14 વર્ષના બાળકો માટે વેક્સિન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળામાંથી બાળકોને રસીકરણનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ વેક્સિનેશન અભિયાન સમગ્ર રાજ્યમાં શરૂ થયું ગયું છે, આ વચ્ચે જામનગરથી આ અભિયાનનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવી રહ્યું છે. 
જીહા, જામનગરમાં પણ 12થી 14 વર્ષના બાળકોને વેક્સિન આપવાનો અભિયાન ચલાવવામાં આવ્યો પરંતુ અહીં કઇંક એવું બન્યું કે જે હવે ચર્ચાનો વિષય છે. જામનગરમાં વેક્સિનેશન અભિયાનનો ફિયાસ્કો થયો છે. 12 થી 14 વર્ષનું એક પણ બાળક વેક્સિન લેવા માટે આવ્યું નથી. મેયર, કમિશ્નર, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રસીકરણનો પ્રારંભ કરાવવા પહોચ્યાં હતા પરંતુ અહી એક પણ બાળકો જોવા મળ્યું નહતું. દરમિયાન આ ઘટના પર પડદો પાડવા માટે MOH પ્રજાપતિએ કહ્યું કે, પોર્ટલ પર અપડેટ ન થયું હોવાથી એક પણ ડોઝ આપ્યો નથી. અહીં કામગીરી ચાલુ છે પણ વેક્સિન લેવા જ કોઇ ન આવ્યું. કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર સૌથી મોટુ કેન્દ્ર છે છતાં પણ ત્યાં આજે એક પણ ડોઝ ન અપાયો. 
ઉલ્લેખનીય છે કે, આજે વેક્સિનેશન કામગીરીના પ્રારંભ વેળાએ ગાંધીનગરમાં મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા. કોવિડની મહામારી સામે લડવા માટે વડા પ્રધાન મોદી દ્વારા 16 જાન્યુઆરી 2021થી મફતમાં વેક્સિનની શરૂઆત કરવામાં આવી. તબક્કાવાર આ વેક્સિન તમામ નાગરિકોને મળી રહે તેના માટેના પ્રયાસો વડા પ્રધાન દ્વારા કરવામાં આવ્યા. જેના ભાગરૂપે 12 થી 14 વર્ષના બાળકોને વેકસીન આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500 થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરશે.


રાજ્યમાં આ કામગીરી અંતર્ગત 12 થી 14 વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવામાં આવશે. તદ્દઅનુસાર, વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.
Tags :
CoronaVaccineCoronaVirusGujaratGujaratFirstJamanagarJamnagar
Next Article