નીડર શ્વાને વાઘ સામે બાથ ભીડી, પણ 8 જ સેકન્ડની અંદર વાઘે બનાવી દીધો કોળીયો
મોટા-મોટા પ્રાણીઓ વાઘની સામે ઘૂંટણિયે પડે છે, પરંતુ રણથંભોરથી એક વીડિયો સામે આવ્યો છે,જેમાં એક શ્વાન વાઘ સામે બાથ ભીડે છે.. જો કે માત્ર આઠ જ સેકન્ડની અંદર વાઘ આ શ્વાનના રામ રમાડી દે છે. વીડિયોની શરૂઆતમાં એક વાઘ ઝાડ નીચે સૂઇ રહેલો જણાય છે. દરમ્યાન એક શ્વાન નજીકમાંથી પસાર થાય છે.. દરમ્યાન વાઘ જાગી જાય છે અને તેની નજર શ્વાન પર પડે છે.. આ તરફ શ્વાન પણ વાઘની સામે જ જોઇ રહ્યો હોય છે...વાઘ તુરંત àª
મોટા-મોટા પ્રાણીઓ વાઘની સામે ઘૂંટણિયે પડે છે, પરંતુ રણથંભોરથી એક વીડિયો સામે આવ્યો છે,જેમાં એક શ્વાન વાઘ સામે બાથ ભીડે છે.. જો કે માત્ર આઠ જ સેકન્ડની અંદર વાઘ આ શ્વાનના રામ રમાડી દે છે. વીડિયોની શરૂઆતમાં એક વાઘ ઝાડ નીચે સૂઇ રહેલો જણાય છે. દરમ્યાન એક શ્વાન નજીકમાંથી પસાર થાય છે.. દરમ્યાન વાઘ જાગી જાય છે અને તેની નજર શ્વાન પર પડે છે.. આ તરફ શ્વાન પણ વાઘની સામે જ જોઇ રહ્યો હોય છે...વાઘ તુરંત ઉભો થાય છે, આ દરમ્યાન શ્વાન ભાગવાને બદલે વાઘની સામે બાથ ભીડે છે..પરંતુ શ્વાનએ શ્વાન છે અને વાઘ એ વાઘ.. થોડી જ સેકન્ડ્સમાં શ્વાન કાળનો કોળીયો બની જાય છે. શ્વાનની બહાદુરી આ વીડિયોમાં દિલ જીતી લે છે. જ્યારે વાઘ ઊંઘમાંથી જાગી જાય છે, તો ભાગવાને બદલે,તે તેના કરતા અનેક ગણા મજબૂત પ્રાણીનો નીડરતાથી સામનો કરે છે. તેની તરફ કૂદકો પણ મારે છે. પણ ભાઈ... વાઘ વાઘ હતો, તેણે શ્વાનને મારવામાં 10 સેકન્ડનો પણ સમય ન લીધો.
આ વીડિયો @irsankurrapria દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમણે લખ્યું- સૂતેલા વાઘને હળવાશથી ન લો. તેમણે આગળ લખ્યું- આ વીડિયો રણથંભોરના T120 ટાઈગરનો છે, જે કિલિંગ મશીન તરીકે પણ કુખ્યાત છે. તેણે ચિત્તા, રીંછ અને હાઈનાને પણ પોતાના શિકાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ક્લિપ રાજસ્થાનના 'રણથંભોર ટાઈગર રિઝર્વ' (RTR)માં લખન રાણા દ્વારા ફિલ્માવવામાં આવી છે. આ વાયરલ ક્લિપ 27 સેકન્ડની છે.
હવે આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવી રહી છે. @irsankurrapriaએ ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને 55 હજારથી વધુ વ્યૂઝ અને 1300થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સ આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સે કહ્યું કે તે સંપૂર્ણ રીતે પ્લાન્ડ લાગે છે. પ્રવાસીઓના મનોરંજન માટે કૂતરાનું બલિદાન આપવામાં આવ્યું હતું. જ્યારે કેટલાકે કહ્યું કે કૂતરાએ ચુપચાપ તેના રસ્તે ચાલ્યા જવું જોઈતું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement