Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પિતાએ ધમાલ ન કરવા માટે ધમકાવ્યો, તો બાળકે બતાવી પુષ્પા સ્ટાઇલ

દેશભરના યુવાનો, વડીલો અને બાળકો ફિલ્મ 'પુષ્પા'નો લોકપ્રિય ડાયલોગ 'મેં ઝુકેગા નહીં...' બોલી રહ્યા છે. હજારો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. છેલ્લા ચાર-પાંચ મહિનાથી સોશિયલ મીડિયા પર 'પુષ્પા ફિવર' છવાયેલો છે. લોકો હજુ પણ સાઉથ ઈન્ડિયન સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનના ડાયલોગ્સની કોપી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશભરના યુવાનો, વડીલો અને બાળકો ફિલ્મ 'પુષ્પા'નો લà«
પિતાએ ધમાલ ન કરવા માટે ધમકાવ્યો  તો બાળકે બતાવી પુષ્પા સ્ટાઇલ
દેશભરના યુવાનો, વડીલો અને બાળકો ફિલ્મ 'પુષ્પા'નો લોકપ્રિય ડાયલોગ 'મેં ઝુકેગા નહીં...' બોલી રહ્યા છે. હજારો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. 
છેલ્લા ચાર-પાંચ મહિનાથી સોશિયલ મીડિયા પર 'પુષ્પા ફિવર' છવાયેલો છે. લોકો હજુ પણ સાઉથ ઈન્ડિયન સ્ટાર એક્ટર અલ્લુ અર્જુનના ડાયલોગ્સની કોપી કરી રહ્યા છે. એટલું જ નહીં, દેશભરના યુવાનો, વડીલો અને બાળકો ફિલ્મ 'પુષ્પા'નો લોકપ્રિય ડાયલોગ 'મૈં ઝુકેગા નહીં ' બોલી રહ્યાં છે. હજારો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક બાળક અલ્લુ અર્જુનનો ડાયલોગ 'મેં ઝુકેગા નહીં' બોલતો જોવા મળ્યો હતો જ્યારે તેના પિતા તેને મારવા માટે લાકડી લઈને તેને ધમકાવતા હોય છે. આ વીડીયો પર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી છે. 

પિતાએ લાકડી બતાવી તો બાળકે  કહ્યું- ઝૂકેગાં નહીં
હા, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક નાનું બાળક રડે છે અને તેની માતા પાસે બેસે છે. જોર જોરથી રડતું બાળક તેના એક શબ્દને વળગી રહે છે અને માતા તેને ચૂપ કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બાળકનો પિતા લાકડી લઈને તેને મારવા માટે આગળ વધે છે. તે તેના પિતાથી ડરતો નથી, પરંતુ તેની સામે 'મૈં ઝુકેગા નહીં 'નો ડાયલોગ વારંવાર બોલે છે. તે જ સમયે, બાળકની માતા હસતી અને બાળકને જોઈ રહી છે અને તેને મારવાથી રોકે છે.
આ વીડિયોને 9 લાખ કરતાં વધુ લોકોએ જોયો છે
નાના બાળકના પિતા તેને ડરાવવા માટે વારંવાર તેને લાકડી બતાવી ધમકાવી રહ્યાં છે, પરંતુ તે તેના પેટ પર હાથ ફેરવતા 'પુષ્પા'નો ફેમસ ડાયલોગ જ વારંવાર રટણ કરી રહ્યો છે. 21 સેકન્ડના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો ફેસબુક પર 'પૂર્ણિયા તક' પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 9 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, 'આ રીતે ફિલ્મો દિમાગમાં ઘૂસી જાય છે.' તો અન્ય એક યુઝરે આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરી અને લખ્યું, 'બાળકને લાકડીથી નહીં પણ પ્રેમથી સમજાવવું જોઈએ. 
Advertisement
Tags :
Advertisement

.