Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના આ પરિવારે સાંજે 4 વાગ્યે મેનેજમેન્ટને કર્યાં હતા સચેત

સાંજે 4 કલાકે ગૌસ્વામી પરિવારે મેનેજમેન્ટને સચેત કર્યાં હતામેનેજમેન્ટે ગંભીરતા દાખવી હોત તો દુર્ઘટના અટકી શકી હોતબ્રીજ પર સેફ્ટિના કોઈ સંસાધનો નહોતામોરબીમાં (Morbi) આવેલા ઝૂલતો પુલ આજે સાંજે 6.30 કલાકે તુટ્યો હતો. આ હોનારતમાં મોડી રાત સુધીમાં 97 લોકોના મોત થયા છે, જ્યારે 180 લોકોનું રેસક્યું કરાયું છે, 50 હજુ ગૂમ થયાં છે. ગુજરાત ફર્સ્ટ અમદાવાદના ગૌસ્વામી પરિવાર પાસે પહોંચ્યું હતુ જેમણે ખ
06:45 PM Oct 30, 2022 IST | Vipul Pandya
  • સાંજે 4 કલાકે ગૌસ્વામી પરિવારે મેનેજમેન્ટને સચેત કર્યાં હતા
  • મેનેજમેન્ટે ગંભીરતા દાખવી હોત તો દુર્ઘટના અટકી શકી હોત
  • બ્રીજ પર સેફ્ટિના કોઈ સંસાધનો નહોતા
મોરબીમાં (Morbi) આવેલા ઝૂલતો પુલ આજે સાંજે 6.30 કલાકે તુટ્યો હતો. આ હોનારતમાં મોડી રાત સુધીમાં 97 લોકોના મોત થયા છે, જ્યારે 180 લોકોનું રેસક્યું કરાયું છે, 50 હજુ ગૂમ થયાં છે. ગુજરાત ફર્સ્ટ અમદાવાદના ગૌસ્વામી પરિવાર પાસે પહોંચ્યું હતુ જેમણે ખુબ ચોંકાવનારા તથ્યો જણાવ્યા હતા.
દુર્ઘટનાના (Tragedy) અઢી કલાક પહેલા અમદાવાદનો ગૌસ્વામી પરિવાર ત્યાં આશરે સાંજે 4.30 કલાક વાગ્યાના અરસા પર આ પુલ પર હતો તેઓ સાંજે પુલની મુલાકાત બાદ પરત ફરી રહ્યાં હતા ત્યારે બ્રીજ પર લોકોનો ઘસારો વધી રહ્યો હતો અને તેમણે ત્યાં ઉપસ્થિત મનેજમેન્ટને જાણ કરી કે, આટલા બધા લોકો આમાં ના જવા દો અને લોકો બ્રીજને જે લોકો નુકસાન પહોંચડી રહ્યાં છે તેમને અટકાવો પણ મેનેજમેન્ટે તેમા ધ્યાન આપ્યું નહી. અમદાવાદનો આ પરિવાર હેમખેમ અમદાવાદ પરત ફર્યો હતો પણ તેમને આટલા મોતનું અફસોસ રહ્યો.
જુઓ શું કહ્યું અમદાવાદના આ પરિવારે....
આ પણ વાંચો - 140 વર્ષ જૂનો બ્રિજ 2 કરોડના ખર્ચે રિનોવેશન બાદ માત્ર ચાર દિવસમાં તૂટી પડ્યો
Tags :
AhmedabadBreakingnewsbridgecollapseDeathGujaratFirstmorbiMorbiTragedyRescueOperationTragedy
Next Article