માટીના વાસણો અને તાંબાના વાસણો વચ્ચે કાંસાના વાસણોનો યુગ
ગઈકાલે ટેલિવિઝન ઉપર “પુણ્યશ્લોક અહલ્યાબાઈ” નામની ટીવી સીરીયલનો એક એપિસોડ જોયો. એના દ્રશ્યોમાં અહલ્યાબાઈના સમયનું વાતાવરણ ઉભું કરવા માટે નિર્માતાએ પુષ્કળ મહેનત કરીને કલાકારોના પહેરવેશથી માંડીને સેટ સજ્જાના બધાજ ઉપકરણો પસંદ કર્યા છે જે બધા ઉપર લંબાણથી વાત થઈ શકે પણ અત્યારે માત્ર સેટ પર જોવા મરેળા તાંબા પિત્તળના અને કાંસાના વાસણોનો વૈભવ જોઇને સ્મરણવિશ્વમાં ઘણા સ્મરણો ઝરહળ
Advertisement
ગઈકાલે ટેલિવિઝન ઉપર “પુણ્યશ્લોક અહલ્યાબાઈ” નામની ટીવી સીરીયલનો એક એપિસોડ જોયો. એના દ્રશ્યોમાં અહલ્યાબાઈના સમયનું વાતાવરણ ઉભું કરવા માટે નિર્માતાએ પુષ્કળ મહેનત કરીને કલાકારોના પહેરવેશથી માંડીને સેટ સજ્જાના બધાજ ઉપકરણો પસંદ કર્યા છે જે બધા ઉપર લંબાણથી વાત થઈ શકે પણ અત્યારે માત્ર સેટ પર જોવા મરેળા તાંબા પિત્તળના અને કાંસાના વાસણોનો વૈભવ જોઇને સ્મરણવિશ્વમાં ઘણા સ્મરણો ઝરહળી ગયાં.
આજથી લગભગ એક સદી પહેલા આપણા ગુજરાતના ઘરોમાં મોટા ભાગે માટીના વાસણોનું ચલણ હતું. રોટલા બનાવવા માટે ચુલા ઉપરનું કરાડુ ખીચડી બનાવવા માટેની માટીની ઢોચકી, ખાવા માટેનું શકોળું કે પાણી ગરમ કરવા માટે વપરાતું માટીનું વાસણ “ભાસલીયુ” એના શબ્દોની જેમ આજે તો વપરાશમાંથી પણ વિસરાઈ ગયા છે.
એ પછી વપરાશ માટે આરોગ્યને ખુબજ ઉપયોગી બને તેવા તાંબાના વાસણોનો પ્રવેશ થયો. અલબત્ત માટીના વાસણો અને તાંબાના વાસણો વચ્ચે કાંસાના વાસણોનો એક સમય ખુબ લોકપ્રિય રહ્યો, બાળપણમાં કાંસાની થાળી અને કાંસાના તાંસળામાં ગ્રામ્ય ભોજન લીધાનો આનંદ યાદ આવે છે. અગાઉ કહ્યું એમ એ પછી તાંબાનો સમય શરૂ થયો. નહાવા માટે તાંબા કુંડી અને પાણી ભરવા માટે તાંબાનો ઘડો કે ગાગર જેવા શબ્દો હવે તો લોકગીતો અને ગરબાઓમાં જ સાંભળવા મળે છે.
આ બધા સમય દરમ્યાન વપરાશમાં એલ્યુમિનિયમના વાસણો પણ અને સાથે સાથે પિત્તળના વાસણો પણ ચલણમાં રહ્યાં અને એ પછી આવ્યો સ્ટીલના વાસણોનો યુગ – જે આજદિન સુધી ચાલુ છે.
“પુણ્યશ્લોક અહલ્યાબાઈ” જેવી પીરીયોડીકલ સીરીયલ અને ચલચિત્રો આપણા જ્ઞાનને સમૃધ્ધતો કરે છે, આપણને ઈતિહાસ બોધ શીખવે પણ છે અને સાથે સાથે તત્કાલીન સમયના ભુલાઈ ગયેલા વૈભવ અને સમૃદ્ધિથી, સાધનો અને અસબાબથી આપણને પરિચિત પણ કરાવે છે.