Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડેબ્યૂ મેચમાં ઈંગ્લેન્ડના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, જોની બેરસ્ટોએ ફટકારી સદી

લીડ્ઝ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે જોની બેરસ્ટો અને જેમી ઓવરટને ધમાકેદાર બેટિંગ કરી હતી. આ બંને બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ટીમને મેચમાં પરત લાવવામાં મોટી સફળતા મેળવી લીધી છે. બીજા દિવસે, ન્યૂઝીલેન્ડની ઇનિંગ 329 રન પર સમેટાઇ ગયા બાદ બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનો ટોપ ઓર્ડર કિવી બોલિંગ સામે નતમસ્તક થયો અને અડધાથી વધુ બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યà
ડેબ્યૂ મેચમાં ઈંગ્લેન્ડના આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ  જોની બેરસ્ટોએ ફટકારી સદી
લીડ્ઝ ખાતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે જોની બેરસ્ટો અને જેમી ઓવરટને ધમાકેદાર બેટિંગ કરી હતી. આ બંને બેટ્સમેનોએ ઈંગ્લેન્ડની ટીમને મેચમાં પરત લાવવામાં મોટી સફળતા મેળવી લીધી છે. બીજા દિવસે, ન્યૂઝીલેન્ડની ઇનિંગ 329 રન પર સમેટાઇ ગયા બાદ બેટિંગ માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમનો ટોપ ઓર્ડર કિવી બોલિંગ સામે નતમસ્તક થયો અને અડધાથી વધુ બેટ્સમેનો પેવેલિયન પરત ફર્યા હતા. 
આવી સ્થિતિમાં જોની બેરસ્ટો અને જેમી ઓવરટને શાનદાર બેટિંગ કરી ઈંગ્લેન્ડ ટીમને એક સારી સ્થિતિમાં પહોંચાડી દીધી છે. બેરસ્ટો અને ઓવરટોનની જોડીએ સાવચેતીપૂર્વક બેટિંગ કરીને ઈંગ્લેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું અને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ 200 કે તેથી વધુ રનની સાતમી વિકેટની ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો. સાતમી વિકેટ માટે બંનેએ પ્રથમ 70 બોલમાં અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. આ પછી 121 બોલમાં ભાગીદારીની સદી પૂરી કરી. આ પછી, તે જ લય સાથે આગળ વધીને તેમણે 153 બોલમાં 150 રનનો આંકડો પણ પાર કર્યો. આ દરમિયાન બેરસ્ટોએ 73 અને ઓવરટને 74 રનનું યોગદાન આપ્યું હતું. 
Advertisement

જોકે, શરૂઆતમાં ઈંગ્લેન્ડ બેટ્સમેનોને ન્યૂઝીલેન્ડ ટીમના બોલરોએ ખૂબ પરેશાન કર્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે ખતરનાક બોલિંગ કરતા પહેલા જ ઓવરમાં પોતાના ઈરાદા સ્પષ્ટ રીતે બતાવી દીધા હતા. તેણે પ્રથમ ઓવરમાં જ પહેલો ઝટકો (લીસ 4 રન પર આઉટ) આપી ઈંગ્લેન્ડની ટીમને બેકફૂટ પર ધકેલી હતી. ત્યારબાદ પાંચમી ઓવરમાં બોલ્ટે ઓલી પોપ (5 રન) ને આઉટ કર્યો હતો. તે પછી સાંતમી ઓવરમાં બોસ્ટે જૈક ક્રોલે (6 રન)ને બોલ્ડ કરી પેવેલિયન મોકલ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડના 17 રનના સ્કોર પર ત્રણ વિકેટ પડી ગઇ હતી. 
બોલ્ટ પછી અનુભવી ટિમ સાઉથીએ પણ શાનદાર બોલિંગ કરતા જો રૂટની મોટી વિકેટ લીધી હતી. રુટ સાઉદીના બોલને ફટકારવા જતા ટોમ બ્લંડેલના હાથે કેચ આઉટ થયો હતો. રૂટે 5 રન બનાવ્યા હતા. આ પછી બેટિંગ કરવા આવેલા કેપ્ટન બેન સ્ટોક્સે આક્રમક વલણ બતાવ્યું હતું પરંતુ બોલિંગ કરવા આવેલા નીલ વેગનેરે સ્ટોક્સને તેના સ્પેલના બીજા બોલ પર કેપ્ટન વિલિયમસનના હાથમાં કેચ કરાવી ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો આપ્યો હતો. ત્રણ બોલ બાદ તેણે વિકેટકીપર બેન ફોક્સને પણ આઉટ કર્યો હતો. ફોક્સ મારું ખાતું ખોલી શક્યો નહતો. વળી, સ્ટોક્સે 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ 55 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને તેના પર ફોલોઓનનો ખતરો તોળાઈ રહ્યો હતો. તે સમયે આ બંને (જોની બેરસ્ટો અને જેમી ઓવરટન) બેટ્સમેનોએ ઈંગ્લેન્ડને આ સંકટથી બહાર લાવ્યા હતા.
બંને બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી અને 47મી ઓવરમાં 200 રનની ભાગીદારી પૂરી કરી. જોની બેયરસ્ટોએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની સતત બીજી સદી હતી. 200 રનની ભાગીદારીમાં બેયરસ્ટોએ 21 ચોક્કા અને જેમીએ 12 ચોક્કા અને 2 છક્કાની મદદથી 89 રન બનાવ્યા હતા.
Tags :
Advertisement

.