Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ-10 અને 12ની પરીક્ષામાં નબળી શાળાઓનુ પરિણામ સારુ આવે તે માટે શિક્ષણ વિભાગે ઘડ્યો એક્શન પ્લાન

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા આગામી માર્ચ માસમાં યોજાવાની છે.. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું પરિણામ સુધારવા પણ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.  30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓનું પરિણામ કેવી રીતે ઉંચુ લાવી શકાય તે માટે યોજના તૈયાર કરવામાં આવી છે. 30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓને દત્તક લેવાની યોજનાની વિચારણા કરવામાં આવી છે. સારા પરિણામ વાળી શાળાના આચાર્ય અને શ
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં નબળી શાળાઓનુ પરિણામ સારુ આવે તે માટે શિક્ષણ વિભાગે ઘડ્યો એક્શન પ્લાન
ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષા આગામી માર્ચ માસમાં યોજાવાની છે.. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું પરિણામ સુધારવા પણ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.  30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓનું પરિણામ કેવી રીતે ઉંચુ લાવી શકાય તે માટે યોજના તૈયાર કરવામાં આવી છે. 30 ટકાથી ઓછુ પરિણામ લાવનારી શાળાઓને દત્તક લેવાની યોજનાની વિચારણા કરવામાં આવી છે. સારા પરિણામ વાળી શાળાના આચાર્ય અને શિક્ષકો નબળી શાળાની મુલાકાત લઈ પરિણામ ઉંચુ આવે તેવા જરુરી માર્ગદર્શન આપશે. ..  
ગત વર્ષે અમદાવાદ જિલ્લાની 150 જેટલી શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછુ હતું 
ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરિક્ષાના વિદ્યાર્થીઓના પરિણામને લઈને તો શિક્ષણ તંત્ર મહેનત કરી રહ્યું છે સાથે સાથે શાળાઓનું પરિણામ ઉંચુ આવે તે દિશામાં પણ શિક્ષણ વિભાગે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ગત વર્ષે અમદાવાદ જિલ્લાની અંદાજે 150 જેટલી શાળાઓનું પરિણામ 30 ટકાથી ઓછુ આવ્યું હતું. જ્યારે અંદાજે 20 જેટલી શાળાઓ એવી સામે આવી હતી કે જે છેલ્લા 3 વર્ષથી પરિણામ ઓછું લાવી રહી છે. સતત નબળા પરિણામ ધરાવતી શાળાઓનું પરિણામ સુધારવા અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી જણાવે છે કે આગામી 14 માર્ચથી બોર્ડની પરિક્ષા યોજાવાની છે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

શાળાઓ પાસેથી પણ તેમનો એક્શન પ્લાન માંગવામાં આવ્યો 
જિલ્લા શાળા સંકલન સમિતિની બેઠક પણ આ મામલે બોલાવવામાં આવી હતી અને પરિક્ષાને લગતા જરુરી સુચનો આપવામાં આવ્યા હતા. જે શાળાઓએ જાતે પરિણામ સુધારવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હોય તે પણ શાળાઓ પાસેથી મંગાવવામાં આવ્યો છે.  ..  મહત્વનું છે કે કોરોનાના કારણે પાછલા બે વર્ષમાં વિદ્યાર્થીઓને જે લર્નીગ લોશ થયો છે તેના કારણે તેની સીધી અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડી છે. જેથી વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા તેમજ શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.