Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધોરાજી રાજાશાહીયુગનું સરકારી હોસ્પિટલનું ધૂળ ખાતુ બિલ્ડીંગ, તંત્ર દેખાયું નિષ્ક્રિય

એક બાજુ સરકાર રાજવીકાળના હેરિટેજ બિલ્ડીંગોની જાળવણીની વાતો કરે છે. તો બીજી તરફ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા રાજકોટના ધોરાજી શહેરમાં લોકોની સુખાકારી માટે ગોંડલ નરેશ મહારાજા સર ભગવતસિંહજીએ પોતાના શાસનકાળ દરમિયાન બંધાવેલા સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ આજે ખંડેર બની રહ્યું છે.વાત કરીએ ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલની તો રાજાશાહીયુગમાં ગોંડલના પ્રજાવત્સલ મહાàª
02:41 AM Jan 23, 2023 IST | Vipul Pandya
એક બાજુ સરકાર રાજવીકાળના હેરિટેજ બિલ્ડીંગોની જાળવણીની વાતો કરે છે. તો બીજી તરફ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા રાજકોટના ધોરાજી શહેરમાં લોકોની સુખાકારી માટે ગોંડલ નરેશ મહારાજા સર ભગવતસિંહજીએ પોતાના શાસનકાળ દરમિયાન બંધાવેલા સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ આજે ખંડેર બની રહ્યું છે.
વાત કરીએ ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલની તો રાજાશાહીયુગમાં ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીએ વિશાળ સરકારી હોસ્પિટલના બિલ્ડીંગનું નિર્માણ કરાવ્યું હતું. લોકોની આરોગ્યની સુખાકારી માટે ગોંડલ રાજવીએ બંધાવેલ સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ આજે હોસ્પિટલમાં નવા બંધાયેલા બિલ્ડીંગને લઈ ખંડેર બનવાની સાથે ધૂળખાતું જોવા મળી રહેલ છે. ત્યારે ધોરાજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં સંકડાણની સાથે દર્દીઓને પરેશાની ભોગવવી પડતી હોવાથી લોકો દ્વારા રાજવીકાળના જૂના બિલ્ડીંગને રીપેરીંગ કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. તેમ છતા લોકોની માંગ તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે.
ધોરાજી સરકારી હોસ્પિટલનું નવુ બિલ્ડીંગ આધુનિક સાધનો, ડાયાલીસીસ સેન્ટર, ફીજીયો સેન્ટર, પ્રસુતા ગૃહ સહિતની અનેક સુવિધાથી સજ્જ હોવા છતા દર્દીઓને પરેશાનીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જેમને કારણે ધોરાજીના સામાજિક રાજકીય આગેવાનો દ્વારા ગોંડલ રાજવીએ બંધાવેલ જૂના બિલ્ડીંગને રીનોવેશન કરીને સ્લેબ ભરીને ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમ છતા કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલના રાજવીકાળના બિલ્ડીંગની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતું જાણે તંત્રએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેમ કોન્ટ્રાક્ટર જ હોસ્પિટલનો કાટમાળ ઉતારીને રફૂચક્કર થઈ જતા આજે રાજવીકાળનું સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ ખંડેર બનતું જોવા મળી રહ્યું છે.
ધોરાજી સરકારી હોસ્પિટલના રાજવીકાળના ખંડેર બની રહેલા બિલ્ડીંગને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તો સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા બે વર્ષથી સરકારી હોસ્પિટલમાં રાજવીકાળના બિલ્ડીંગનું રીનોવેશન અને નવાકામ માટેના ટેન્ડોરો સુધીની કામગીરી થઈ હતી. અને ટેન્ડરમાં રાજવીકાળના બિલ્ડીંગના લાખોના બર્માટીક સાગના લાકડાનો ઉલ્લેખ ન હોવા છતા કોન્ટ્રાક્ટરે લાખોનું લાકડું ચોરીને વહેંચી માર્યુ હોવાના આક્ષેપો કર્યા છે. તેમ છતા હોસ્પિટલના બિલ્ડીંગનું રીનોવેશન કાર્ય આજદિવસ સુધી પૂર્ણ થયેલ નથી. કોન્ટ્રેક્ટ સામે કોઇ પગલા પણ ભરવામાં આવ્યા નથી. ધોરાજીના લોકોની આરોગ્ય સુખાકારીનો આ પ્રશ્ન ફરિયાદ સંકલન સમતિથી લઈને વિધાનસભા સુધી ગાજ્યો હોવા છતા પણ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી. ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના રાજવીકાળના બિલ્ડીંગનું રીનોવેશન કાર્ય ખૂદ ભ્રષ્ટાચારના ખાટલે પડ્યું હોવાના સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો - શક્તિપીઠ અંબાજી ખાતે દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો, આજે પોથી યાત્રા યોજાઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DhorajiDustyBuildinggovernmenthospitalGujaratFirstRajashahiSystemInactive
Next Article