Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝુલતા પુલ કેસમાં રિવિઝન રિમાન્ડ અરજી ડીસ્ટ્રિક્ટ કોર્ટે પણ નામંજૂર કરી

મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ તપાસમાં કોઈ ખાસ મહત્વની વિગતો બહાર નથી આવી. અને પોલીસ પણ હાલમાં આ કેસમાં કોઈ અપડેટ નથી હશે તો જણાવશું તેવું કહી મૌન સેવી લીધું છે. આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓના કોઈના નામ ખુલ્યા નથી. ત્યારે મોરબી પોલીસે આ કેસમાં કરેલી આરોપીઓની રિવિઝન રિમાન્ડ અરજી પણ ડીસ્ટ્રિક્ટ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ કેસમાં આજે જેલમાં રેહલા અને પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રàª
ઝુલતા પુલ કેસમાં રિવિઝન રિમાન્ડ અરજી ડીસ્ટ્રિક્ટ કોર્ટે પણ નામંજૂર કરી
મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ તપાસમાં કોઈ ખાસ મહત્વની વિગતો બહાર નથી આવી. અને પોલીસ પણ હાલમાં આ કેસમાં કોઈ અપડેટ નથી હશે તો જણાવશું તેવું કહી મૌન સેવી લીધું છે. આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓના કોઈના નામ ખુલ્યા નથી. ત્યારે મોરબી પોલીસે આ કેસમાં કરેલી આરોપીઓની રિવિઝન રિમાન્ડ અરજી પણ ડીસ્ટ્રિક્ટ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ કેસમાં આજે જેલમાં રેહલા અને પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટર પ્રકાશ રાઠોડે જામીન અરજી મૂકી છે. જેની સુનવણી સોમવારે થશે. 
ઝુલતા પુલ કેસની તપાસને લઈને પેહલેથી સવાલો ઉઠી રહ્યા છે.
ઝુલતા પુલ કેસની તપાસને લઈને પેહલેથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અત્યાર સુધીમાં માત્ર આ કેસના દસ્તાવેજી કાગળો કબ્જે કર્યાનું જ માત્ર જાહેર કર્યું છે. આ કેસમાં FSL, ટેકનિકલ ટીમ, વગેરેએ આપેલા રિપોર્ટમાં શું આવ્યું તેવી કોઈ માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. 
ઓરેવા કંપનીના માલિક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી
ત્યારે  આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ દ્વારા હજુ પણ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેથી 135 નિર્દોષ લોકોના મોતની દુર્ઘટનામાં પોલીસ તપાસ અને ઓરેવા કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 
Advertisement
Tags :
Advertisement

.