શ્રીલંકામાં નારાજ લોકોએ હવે જૂની સંસદ પર પણ કબજો જમાવી દીધો
શ્રીલંકામાં આર્થિક સમસ્યાને કારણે ઉભી થયેલી રાજકીય કટોકટી વધુને વધુ ઘેરી બની છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હોવાની ચર્ચા વચ્ચે નારાજ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો હતો. આ પ્રદર્શનકારીઓએ માત્ર રાષ્ટ્રપતિ ભવન જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવનથી થોડા અંતરે આવેલી જૂની સંસદ પર પણ કબજો જમાવી લીધો છે. હજારો લોકો આ ઈમારત પર પહોંચીને આર્થિક સંકટનો વિરોધ
શ્રીલંકામાં આર્થિક સમસ્યાને કારણે ઉભી થયેલી રાજકીય કટોકટી વધુને વધુ ઘેરી બની છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા હોવાની ચર્ચા વચ્ચે નારાજ વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો હતો. આ પ્રદર્શનકારીઓએ માત્ર રાષ્ટ્રપતિ ભવન જ નહીં પરંતુ રાષ્ટ્રપતિ ભવનથી થોડા અંતરે આવેલી જૂની સંસદ પર પણ કબજો જમાવી લીધો છે.
હજારો લોકો આ ઈમારત પર પહોંચીને આર્થિક સંકટનો વિરોધ કરી રહેલા લોકોને સમર્થન આપી રહ્યા છે. બીજી તરફ, ત્યાં હાજર પોલીસ અને પ્રશાસન પણ લાચાર બની ગયા હતા અને ભીડ એટલી બધી હતી કે તંત્ર તેમને રોકી શક્યું ન હતું. તેથી જ પ્રદર્શનકારીઓએ આ બિલ્ડિંગ પર પણ કબજો કરી લીધો છે.
શ્રીલંકામાં જૂની સંસદ પણ હવે એક ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે, એટલે જ જે લોકો વિરોધીઓના સમર્થનમાં રસ્તા પર ઉતરી રહ્યા છે, તેઓ સેલ્ફી લઈ રહ્યા છે, રસ્તાઓ પર આવીને આવી ઐતિહાસિક ઈમારતો પર પહોંચ્યા પછી ફોટા લઈ રહ્યા છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિરોધીઓના વીડિયો વાયરલ થવા લાગ્યા છે જેમાં તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં સંપૂર્ણ મસ્તી કરી રહ્યાં છે. વાયરલ વીડિયોમાં ઘણા લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા પણ જોવા મળ્યા હતા તો કેટલાક લૉનમાં શાહી લંચ લેતા જોવા મળી રહ્યા છે.
Advertisement