Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Hulk બનવાની ઇચ્છા મોત તરફ ધકેલી ગઇ, શખ્સ રોજ લેતો હતો ખતરનાક ઈન્જેક્શન

આજના યુવાનો બોડી બનાવવામાં સૌથી આગળ છે. આજના યુવાનો જીમમાં કલાકોના કલાકો બોડી બનાવવા માટે જતા હોય છે. વળી ઘણા લોકો એવા પણ હોય છે કે, જેઓ બોડી બનાવવા માટે દવા કે ઈંન્જેક્શનનો ઉપયોગ કરતા હોય છે. આવું જ એક બ્રાઝિલના બોડી બિલ્ડરે કર્યું હતું. જોકે, આ શખ્સે પોતાની બોડીને Hulk જેવી બનાવવાનો પ્રયત્ન કરવામાં એવા ખતરનાક ઈન્જેકશન લીધા કે જેણે અંતે તેનો જ જીવ લઇ લીધો. હલ્ક જેવું દેખાવવા બધા ભલે ગà
10:52 AM Aug 03, 2022 IST | Vipul Pandya
આજના યુવાનો બોડી બનાવવામાં સૌથી આગળ છે. આજના યુવાનો જીમમાં કલાકોના કલાકો બોડી બનાવવા માટે જતા હોય છે. વળી ઘણા લોકો એવા પણ હોય છે કે, જેઓ બોડી બનાવવા માટે દવા કે ઈંન્જેક્શનનો ઉપયોગ કરતા હોય છે. આવું જ એક બ્રાઝિલના બોડી બિલ્ડરે કર્યું હતું. જોકે, આ શખ્સે પોતાની બોડીને Hulk જેવી બનાવવાનો પ્રયત્ન કરવામાં એવા ખતરનાક ઈન્જેકશન લીધા કે જેણે અંતે તેનો જ જીવ લઇ લીધો. 
હલ્ક જેવું દેખાવવા બધા ભલે ગમે તેટલી મહેનત કરે પરંતુ તેના જેવી બોડી બનાવવી ઘણી મુશ્કેલ છે. પરંતુ એક બ્રાઝિલના બોડી બિલ્ડરને Hulk જેવી બોડી બનાવવી હતી, જેના માટે તેણે ખતરનાક ઈન્જેક્શન લેવાનું પણ શરૂ કરી દીધું હતું. પરંતુ હવે આ ઈન્જેક્શન તેના મૃત્યુનું કારણ બની ગયું છે. બ્રાઝિલના બોડી બિલ્ડર વાલ્દિર સેગાટોનું તેમના જન્મદિવસે 55 વર્ષની વયે અવસાન થયું છે. ડોક્ટરોએ તેને અગાઉ પણ ચેતવણી આપી હતી. બ્રાઝિલના બોડી બિલ્ડર વાલ્દિર સેગાટોએ માર્વેલ કોમિક્સના પાત્ર હલ્ક જેવા બનવા માટે દરરોજ ઘણા ખતરનાક ઓઈલ ઈન્જેક્શન લીધા હતા. આ ઈન્જેક્શનથી તેની બાઈસેપ્સ વધીને 23 ઈંચ થઈ ગઈ હતી. 
વાલ્દિરે તેના શરીર અને હૃદયરોગના હુમલાના જોખમ માટે તમામ આરોગ્ય ચેતવણીઓને અવગણી હતી. તેણે કહ્યું કે, હલ્ક તેની પ્રેરણા છે. તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વિડીયો શેર કરતો હતો. તેણે એકવાર કહ્યું હતું કે, તેની આસપાસના લોકો તેને રાક્ષસ કહે છે, જે તેને ગમે પણ છે. જ્યારે વાલ્દીર સેગાટો 49 વર્ષના હતા, ત્યારે તેમને ડૉક્ટરોએ ચેતવણી આપી હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે, તેના ખતરનાક સપ્લિમેન્ટ્સ તેના શરીરને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સેગાટો, તેના શરીરને વધારવા માંગતા હતા, તેણે તબીબી સલાહની અવગણના કરી અને ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યું હતું. 
2016 માં, સેગાટોએ કહ્યું કે લોકો તેને હલ્ક અને હી મેન કહે છે જે તેને પસંદ છે. તેણે તેના બાયસેપનું કદ બમણું કર્યું અને કહ્યું કે તે તેને વધુ વધારવા માંગે છે. આ જ તેની સૌથી મોટી ભૂલ હતી, તેણે હલ્ક જેવું બનવામાં ડોક્ટરની અતિ ગંભીર ચેતવણીને અવગણી અને આખરે તેનું તેના જન્મ દિવસે જ મોત થયું. 
Tags :
BodyBuilderDangerousInjectionsDeathGujaratFirstHulk
Next Article