ભારતની વિદેશ નીતિની સફળતાનો રણ ટંકાર!
ઘણા વર્ષો સુધી પશ્ચિમના દેશોએ અને તેમાંય ખાસ કરીને અમેરિકાએ આખાએ વિશ્વની વિદેશ નીતિને પોતાની રીતે પ્રભાવિત કરવામાં બહુ મોટી સફળતા મેળવી હતી. અમેરિકાની આર્થિક સમૃદ્ધિ એની આ સફળતાનું મહત્વનું ચાલક બળ હતી. વળી ઘણા નાના નાના દેશો અમેરિકાની આ નકારાત્મક ચાણક્યનીતિ થી વાકેફ પણ નહોતા થઇ શકતા અને એ રીતે પશ્ચિમના દેશો આપણા અનેક દેશોને પોતાની રીતે પોતાના લાભમાં પોતાના બજાર તરીકે ઉપયોગ à
Advertisement
ઘણા વર્ષો સુધી પશ્ચિમના દેશોએ અને તેમાંય ખાસ કરીને અમેરિકાએ આખાએ વિશ્વની વિદેશ નીતિને પોતાની રીતે પ્રભાવિત કરવામાં બહુ મોટી સફળતા મેળવી હતી. અમેરિકાની આર્થિક સમૃદ્ધિ એની આ સફળતાનું મહત્વનું ચાલક બળ હતી. વળી ઘણા નાના નાના દેશો અમેરિકાની આ નકારાત્મક ચાણક્યનીતિ થી વાકેફ પણ નહોતા થઇ શકતા અને એ રીતે પશ્ચિમના દેશો આપણા અનેક દેશોને પોતાની રીતે પોતાના લાભમાં પોતાના બજાર તરીકે ઉપયોગ કરીને આપણને એક ચોક્કસ બિંદુ પર થી વધારે આગળ નો વિકાસ કરતા. પણ સમય બદલાતા બધું જ બદલાય છે એમ ધીમે ધીમે અમેરિકાની આર્થિક છત્રીમાંથી બહાર નીકળવામાં સફળ થયેલા અને એથી વધુ એની કૂટનીતિ છે વાકેફ થયેલા દુનિયાના નાના નાના દેશોના ઉભરી આવેલા નવા નેતૃત્વ આ કૂટનીતિની સામે પોતાની આગવી કૂટનીતિ મૂકવામાં ઠીક ઠીક સફળતા મેળવી.
આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે છેલ્લા ત્રણ એક દશકથી ભારત પોતાના બળ ઉપર પોતાની રીતે પોતાની ઇચ્છા મુજબની વિદેશ નીતિ ઘડવામાં અને તે પ્રમાણે વર્તવામાં મહદઅંશે સફળ રહ્યું છે. ભારત એક વિશાળ લોકશાહી મૂલ્યોને વરેલો દેશ છે અને ભારતીય ઉપખંડમાં બીજા તેની આસપાસના નાના-નાના રાષ્ટ્રો પણ માનવ ધનની દ્રષ્ટિએ અને બીજી અનેક રીતે યુરોપની પશ્ચિમની કહો કે અમેરિકાની છત્રી નીચેથી બહાર નીકળવામાં સારી રીતે સફળ થઇ રહ્યા છે.
બીજા દેશોની વાત કરવાનો તો આપણને અધિકાર પણ નથી અને ભારતની કૂટનીતિમાં એ આવતું પણ નથી. અન્ય દેશોની આંતરિક પરિસ્થિતિમાં સહેજ પણ દખલ ન કરવી તે ભારતનો વર્ષોનો સિદ્ધાંત છે જે આજદિન સુધી સંપૂર્ણ પાળવામાં આવ્યો છે.
છેલ્લા ત્રણેક દાયકાથી ભારત વર્ષના નિર્ણાયક નેતૃત્વને કારણે તથા નિર્ણાયક સરકારોને કારણે ભારત પોતાની રીતે પોતાની વિદેશ નીતિ નક્કી કરે છે અને એ પ્રમાણે વર્તી પણ બતાવે છે, જે ભારત વર્ષની વિદેશ નીતિની સફળતાનો સંકેત બને છે.
તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી જયશંકરે રોકડું પરખાવી દીધું કે ભારત પોતાની શરતોને આધારે વિશ્વના બીજા દેશો સાથે સંબંધો નિભાવશે. કયા દેશ સાથે સબંધ રાખવો અને કયા દેશ સાથે સંબંધ ન રાખવો તે નક્કી કરવાનું કામ અમારું છે, અમે એમાં કોઈ પણ બીજા દેશની દખલગીરી સાંખી લઈશું નહીં.
પ્રવર્તમાન સંજોગોમાં ભારતની આ નિર્ણાયક અને સ્પષ્ટ વાત કે પછી સંદેશો વિશ્વના ચોકમાં ભારતની મજબૂત વિદેશ નીતિનું રણટંકાર બને છે.