Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જીવતી દીકરીને દાટી દીધી,પણ રડવાના અવાજે જમીનમાંથી હેમખેમ જીવાડી, કાળજું કંપાવનારી ઘટના

રામ રાખે એને કોણ ચાખે! ખરેખર આ વાત આજે અહીં સાચી સાબિત થઇ છે. હિંમતનગરના ગાંભોઇ ગામમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવી છે. આ ઘટનાનો વિડીયો અમે માનવતાના ધોરણે મૂકી શકીએ તેમ નથી.પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થયો છે.  કાળજું કંપાવી દેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો આ બાળકીની જનેતા સામે થુ-થુ કરી રહ્યાં છે. આ હીન કૃત્ય કરનાર સામે પણ લોકો આક્રોશ વ્યàª
જીવતી દીકરીને દાટી દીધી પણ રડવાના અવાજે જમીનમાંથી હેમખેમ જીવાડી  કાળજું કંપાવનારી ઘટના
રામ રાખે એને કોણ ચાખે! ખરેખર આ વાત આજે અહીં સાચી સાબિત થઇ છે. હિંમતનગરના ગાંભોઇ ગામમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવી છે. આ ઘટનાનો વિડીયો અમે માનવતાના ધોરણે મૂકી શકીએ તેમ નથી.પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ભારે વાયરલ થયો છે. 
 
કાળજું કંપાવી દેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો આ બાળકીની જનેતા સામે થુ-થુ કરી રહ્યાં છે. આ હીન કૃત્ય કરનાર સામે પણ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. જેમાં હિંમત નગરના ગાંભોઇ ગામમાંથી એક નવજાત બાળકી મળી આવી છે. ગામની સીમમાં ખેતરમાં કામ કરતા શ્રમિકને બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો. તેણે સમયસૂચકતા દાખવીને સત્ત્વરે ખોદતા જમીનમાંથી નવાજાત બાળકી મળી આવી હતી. દીકરી જાણે સાક્ષાત સીતા અવતરી હોય તેવું લાગતું હતું, ભલે સગી જનતાની કૂખ ફાડીને આવી છતા માની મમતા મરી પરવારી હોય પણ આ 'વૈદેહી' હેમખેમ ધરતી માતાની કૂખમાંથી અવતરી હતી. વિડીયો જોઇને લાગે છે કે કોઇ આ તાજી જન્મેલી બાળકીને  કોઇ જીવતું દાટી ગયું હશે, પણ જીવવાની જીદે આ બાળકીને નવો અવતાર આપ્યો અને ઘરતીની કોખમાંથી તે આ દુનિયામાં અવતરી છે. 
જોનારના રુવાડાં ખડા કરી દે તેવો આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. તાત્કાલિક 108ને જાણ કરતાં બાળકીને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઇ છે. હાલમાં બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. 
Advertisement
Tags :
Advertisement

.