Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણીમાં થયેલી હારને લઈને 4 કલાક ચાલી CWCની બેઠક, કોંગ્રેસ અધ્યક્ષને લઈને કર્યો નિર્ણય

પંજાબ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ હતી. આ હારને લઈને આજે CWCની બેઠક યોજાઈ હતી. આ બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોક સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. CWCની બેઠક પાર્ટી મુખ્યાલયમાં ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. કોંગ્રેસની હારના કારણ પર મંથન કરવામાં આવ્યુà
ચૂંટણીમાં થયેલી હારને
લઈને 4 કલાક ચાલી cwcની બેઠક  કોંગ્રેસ અધ્યક્ષને લઈને કર્યો નિર્ણય

પંજાબ સહિત 5
રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ હતી. આ હારને લઈને આજે
CWCની બેઠક યોજાઈ
હતી. આ બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી,
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અશોક ગેહલોક સહિતના નેતાઓ
ઉપસ્થિત રહ્યા હતા.
CWCની બેઠક પાર્ટી મુખ્યાલયમાં ચાર કલાકથી
વધુ સમય સુધી ચાલી હતી. કોંગ્રેસની હારના કારણ પર મંથન કરવામાં આવ્યું હતું. પાર્ટીની
કાર્યકારી સમિતિની બેઠક બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અમારું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.
ભવિષ્યમાં તેમના નિર્ણયોથી જ પક્ષ આગળ વધશે. અમને બધાને તેમના નેતૃત્વમાં વિશ્વાસ
છે. તેઓ પક્ષના અધ્યક્ષ યથાવત છે.

Advertisement


કોંગ્રેસના ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ
રાવે કહ્યું કે અમે
5 રાજ્યોની ચૂંટણીઓ, વસ્તુઓને કેવી રીતે આગળ લઈ જવી અને
આગામી ચૂંટણી માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
G23 જૂથના નેતાઓ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકે પણ આમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં પૂર્વ
વડાપ્રધાન મનમોહન સિંહ હાજર રહ્યા ન હતા. વરિષ્ઠ નેતા એકે એન્ટની કોવિડ
19થી સંક્રમિત હોવાને કારણે બેઠકમાં હાજર
રહી શક્યા ન હતા.

Advertisement

CWC બેઠકના એક દિવસ પહેલા મીડિયાના એક વિભાગે અહેવાલ આપ્યો હતો
કે ગાંધી પરિવાર પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપવાની ઓફર કરી શકે છે
. જોકે કોંગ્રેસે સત્તાવાર રીતે આ
સમાચારને ખોટા
કહીને તેને અફવા ગણાવી હતી. બેઠક પહેલા ગેહલોત, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના
અધ્યક્ષ ડીકે શિવકુમાર અને અન્ય કેટલાક નેતાઓએ માંગ કરી હતી કે રાહુલ ગાંધીને
ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગેહલોતે કહ્યું કે
આજના સમયમાં રાહુલ ગાંધી દેશના એકમાત્ર એવા નેતા છે
, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પૂરી તાકાતથી લડી રહ્યા છે.
શિવકુમારે ટ્વીટ કર્યું
,
'
જેમ કે મેં
પહેલા કહ્યું છે કે
, રાહુલ ગાંધીએ તરત જ પૂર્ણ સમય
અધ્યક્ષની જવાબદારી લેવી જોઈએ. મારા જેવા પક્ષના કરોડો કાર્યકરોની આ ઈચ્છા છે.


Advertisement

CWCની બેઠક દરમિયાન પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ
પાર્ટી હેડક્વાર્ટરની નજીક એકઠા થયા હતા અને રાહુલ ગાંધીના સમર્થનમાં સૂત્રોચ્ચાર
કર્યા હતા અને તેમને ફરી એકવાર પાર્ટીની બાગડોર સોંપવાની માંગ કરી હતી. આ
મહત્વપૂર્ણ બેઠક એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસ પંજાબમાં સત્તા ગુમાવી ચૂકી છે
અને ઉત્તર પ્રદેશ
, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ શરમજનક હારનો
સામનો કરવો પડ્યો છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સક્રિય પ્રચાર કરી રહ્યા
નથી
. પ્રિયંકા ગાંધી વાડ્રા સિવાય રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક
છે. ઉપરાંત
, પક્ષના મહત્વપૂર્ણ નિર્ણયોમાં
ભાઈ-બહેનની જોડી મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની
કારમી હાર બાદ
શુક્રવારે પાર્ટીના 'G23' જૂથના ઘણા નેતાઓની બેઠક મળી હતી. જેમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં
આવી હતી. કપિલ સિબ્બલ
, આનંદ શર્મા અને મનીષ તિવારીએ
રાજ્યસભાના ભૂતપૂર્વ નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં
હાજરી આપી હતી.

Tags :
Advertisement

.