ક્રિકેટરની સ્ફૂર્તિ આવી કામ, રિષભ પંત કારનો કાચ તોડી નિકળ્યો બહાર
દિલ્હીથી રુડકી જતી વખતે રિષભ પંતને થયો અકસ્માતઅકસ્માત બાદ કારના કાચ તોડી બહાર નિકળ્યો પંતક્રિકેટરની સ્ફૂર્તિ અકસ્માત વખતે આવી કામઆગ લાગે તે પહેલાં બહાર નિકળી ગયો ભારતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે સવારે દિલ્હીથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ઝોકું આવી જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત (Accident)માં રિષભ પંતને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી. રિષભ પàª
07:52 AM Dec 30, 2022 IST
|
Vipul Pandya
- દિલ્હીથી રુડકી જતી વખતે રિષભ પંતને થયો અકસ્માત
- અકસ્માત બાદ કારના કાચ તોડી બહાર નિકળ્યો પંત
- ક્રિકેટરની સ્ફૂર્તિ અકસ્માત વખતે આવી કામ
- આગ લાગે તે પહેલાં બહાર નિકળી ગયો
ભારતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) શુક્રવારે સવારે દિલ્હીથી ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ઝોકું આવી જતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માત (Accident)માં રિષભ પંતને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત બાદ પંતની કારમાં આગ લાગી હતી. રિષભ પંત કારની બારીના કાચ તોડીને બહાર આવ્યો હતો. પંતના બહાર નીકળ્યા બાદ કાર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ હતી.આ અકસ્માતમાં પંતને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પંત કારનો કાચ તોડીને બહાર આવ્યો
પંત માત્ર ક્રિકેટની પીચ પર જ નહીં પરંતુ જીવનની પીચ પર પણ આજે ઝઝુમ્યો હતો. તેણે ઘણી વખત ભારતીય ક્રિકેટ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. આજે સવારે જ્યારે તે મુશ્કેલીમાં હતો, ત્યારે તેણે ફરી એક વાર પોતાની જાતને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી છે. ખરેખર અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. આગ વધે તે પહેલા જ ઈજાગ્રસ્ત રિષભ પંતે બારીનો કાચ તોડીને પોતાને બહાર કાઢ્યો હતો.
અકસ્માત બાદ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે તે ખતરાની બહાર છે. હરિદ્વાર પોલીસે જણાવ્યું કે, અકસ્માત સવારે સાડા પાંચ વાગ્યે થયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી. રિષભ પંત કારની બારી તોડીને બહાર આવ્યો હતો. ક્રિકેટરને વધુ સારવાર માટે દહેરાદૂન રિફર કરવામાં આવ્યો છે.
ક્રિકેટરની સ્ફૂર્તિ કામમાં આવી
રિષભ પંતની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમના ફિટ ક્રિકેટરોમાં થાય છે. ક્રિકેટના મેદાન પર તેના એક્સરસાઇઝ અને સ્ટંટ કરતો વીડિયો અવારનવાર સામે આવે છે. આ મુશ્કેલ સમયમાં તેની ફિટનેસ અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ તથા સ્ફૂર્તિ કામમાં આવી. અકસ્માત બાદ તે પોતે કારનો કાચ તોડીને બહાર આવ્યો હતો. દુર્ઘટનામાં આટલી બધી ઈજાઓ થવા છતાં, બારીનો કાચ તોડવો એ કોઈ પડકારથી ઓછું ન હતું.
કેવી રહી રિષભ પંતની કારકિર્દી
પંતે અત્યાર સુધી 33 ટેસ્ટમાં પાંચ સદી અને 11 અડધી સદીની મદદથી 2,271 રન બનાવ્યા છે. તેણે 30 વનડે અને 66 ટી-ટ્વેન્ટીમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. રિષભ પંત IPLમાં દિલ્હીનો કેપ્ટન પણ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article