ચોતરફ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનો ક્રેઝ, હવે સુરતના પાલિકાના સત્તાધીશો પણ જોડાયાં
સમગ્ર દેશમાં અત્યારે એક જ ફિલ્મની ચર્ચાઓ થઇ રહી છે. ચોતરફ જ્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનો ક્રેઝ છે. ત્યારે આજે સુરતના પાલિકાના સત્તાધીશો એ પણ આ ફિલ્મ જોવાં વિશેષ શોનું આયોજન કરાયું હતું. સુરતના પાલ થિયેટરમાં દેશદાઝની ભાવના સાથે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો વિશેષ શો યોજાયો હતો.સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટીમેયર અને જૈન અગ્રણીશ્રી નિરવભાઈ શાહ દ્વારા વિવિધ સમાજના આગેવાન, શ્રેષ્ઠà
03:44 PM Mar 16, 2022 IST
|
Vipul Pandya
સમગ્ર દેશમાં અત્યારે એક જ ફિલ્મની ચર્ચાઓ થઇ રહી છે. ચોતરફ જ્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનો ક્રેઝ છે. ત્યારે આજે સુરતના પાલિકાના સત્તાધીશો એ પણ આ ફિલ્મ જોવાં વિશેષ શોનું આયોજન કરાયું હતું. સુરતના પાલ થિયેટરમાં દેશદાઝની ભાવના સાથે 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો વિશેષ શો યોજાયો હતો.સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટીમેયર અને જૈન અગ્રણીશ્રી નિરવભાઈ શાહ દ્વારા વિવિધ સમાજના આગેવાન, શ્રેષ્ઠીઓ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે 40 જેટલા પૂર્વ સૈનિકો પણ જોડાયાં હતાં. સૈનિકોની વિશેષ ઉપસ્થિતિમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' મુવીનો શો યોજાયો હતો.
મેયર સહિત કોર્પોરેટર પર કાશ્મીર ફાઇલ્સનો ફીવર
કાશ્મીર વેલીમાં કાશ્મીરી પંડિતો અને તેમના પરિવારની મહિલાઓ પર કરવામાં આવેલ અત્યાચારો તથા યાતનાની પીડી તથા તેમને ઘરથી બેઘર કરી પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવાની ફરજ પાડવામાં આવી હતી. આ ઇતિહાસ પર આધારિત મૂવી 'ધ કાશ્મીર ફાઇલ્સ' છે. તાજેતરમાં દેશના વડાપ્રધાન મોડી દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરવામાં આવી હતી. હાલમાં આ ફિલ્મની ચર્ચા ફિલ્મ રસિકોની સાથે રાજકારણાં પણ વધી છે. ઠેર ઠેર લોકો આ ફિલ્મ વિશે વાત કરી રહ્યાં છે. ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને નિરવભાઈ શાહ દ્વારા પાલ થિયેટર ખાતે સ્પેશિયલ શોનું આયોજન કરાયું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને 40 જેટલા પૂર્વ સૈનિકોએ પણ આ ફિલ્મ નીહાળી હતી. સાથે જ મનપાના મેયર હેમાલી બોઘાવાલા તથા વિવિધ વિસ્તારના કોર્પોરેટરો પણ જોડાયાં હતાં.
પૂર્વ સૈનિકોએ આ મુવીને માત્ર ટ્રેલર ગણાવ્યું
ઉપસ્થિત પૂર્વ સૈનિકો અને કાશ્મીર ઘાટીમાં થઈ રહેલા અત્યાચાર વિશે વતી મનમોહન શર્માએ તેઓના પર થયેલા અત્યાચાર બાબતે જણાવ્યુ હતું. આ ફિલ્મ તો હજી એક ટ્રેલર સમાન છે ,હકીકતમાં લોકોએ ઘણું ભયાવહ સહન કર્યું છે. તેથી આ પ્રકારના ફિલ્મ બનવી જોઇએ. જેથી લોકો સત્યઘટનાથી વાકેફ થઇ શકે.
ત્રણ દશક કરતા વધારે સમયથી હકીકત છુપાવવામાં આવી
પૂર્વ ડે મેયર નિરવભાઈ શાહે આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, આ પ્રકારની ફિલ્મનું નિર્માણ થવું જોઇએ. પાછલાં ત્રણ દશક કરતા વધારે સમયથી હકીકત છુપાવવામાં આવી હતી તે આજે લોકો સમક્ષ બહાર આવી છે. દરેક રાષ્ટ્રપ્રેમીએ આ ફિલ્મ એક વાર અવશ્ય જોવી જોઈએ.આ મુવી જોઈને તમામ ભાવુક પણ થઈ ગયા હતા અને વિશેષ કરીને એવાં પૂર્વ સૈનિકો કે જેમણે તે સમયગાળામાં કાશ્મીરમાં ફરજ બતાવી હતી તેમની આંખોમાં આંસુ રોકાતા નહોતા.
Next Article