Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુષ્પા ફિલ્મના આ ગીતનો જુઓ કેવો છે ક્રેઝ, હવે હોલિવૂડ સિંગરે ગાયું પોતાના અંદાજમાં ગીત

પુષ્પા ફિલ્મનો ક્રેઝ કેટલો છે તે તમે સોશિયલ મીડિયા સાઇટ પર જોઇ શકો છો. ક્રિકેટ હોય કે કોઇ એક્ટર બધા પુષ્પા ફિલ્મના ડાયલોગ કે તેના હૂક સ્ટેપથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે. ભારતમાં તો તેનો ક્રેઝ છે જ પણ વિદેશમાં પણ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક અંગ્રેજી સિંગરે પુષ્પા ફિલ્મનું ગીત 'ઊ અંટાવા' ગાયું છે. ગીતમાં તેનો અંદાજ જોવા જેવો છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પુષ્પા ફિà
પુષ્પા ફિલ્મના આ ગીતનો જુઓ કેવો છે ક્રેઝ  હવે હોલિવૂડ સિંગરે ગાયું પોતાના અંદાજમાં ગીત
પુષ્પા ફિલ્મનો ક્રેઝ કેટલો છે તે તમે સોશિયલ મીડિયા સાઇટ પર જોઇ શકો છો. ક્રિકેટ હોય કે કોઇ એક્ટર બધા પુષ્પા ફિલ્મના ડાયલોગ કે તેના હૂક સ્ટેપથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે. ભારતમાં તો તેનો ક્રેઝ છે જ પણ વિદેશમાં પણ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં એક અંગ્રેજી સિંગરે પુષ્પા ફિલ્મનું ગીત 'ઊ અંટાવા' ગાયું છે. ગીતમાં તેનો અંદાજ જોવા જેવો છે. 
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પુષ્પા ફિલ્મમાં તેના આઈટમ નંબર 'ઊ અંટાવા' સાથે સાતમાં આસમાને છે. આ ગીત લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. સામાન્ય લોકો જ નહીં, અન્ય સેલિબ્રિટીઓ પણ આ ગીત પર રીલ બનાવી રહ્યા છે અને તેને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી રહ્યા છે. આ કડીમાં હવે એક અંગ્રેજી સિંગરનું નામ પણ જોડાઇ ગયું છે. પુષ્પા ફિલ્મના આ લોકપ્રિય ગીતને જાણીતી ડચ ગાયિકા Emma Heesters ગાયું છે. 
Emma Heestersએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'ઊ અંટાવા' ગીતનો વિડીયો શેર કર્યો છે, જેના પર ભારતીય ચાહકો પણ પ્રેમ વરસાવી રહ્યા છે. એમ્માએ આ ગીત જે રીતે ગાયું છે તે સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહીં થાય કે કોઈ હોલિવૂડ સિંગર પણ આવું ગાઈ શકે છે. એમ્મા હીસ્ટર્સનું આ ગીત સાંભળ્યા પછી, તમે તેના મૂળ ગાયકને ભૂલી જશો. વિડીયો સામે આવ્યા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
'ઊ અંટવા' ગીતને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું છે, જ્યારે સંગીત દેવી શ્રી પ્રસાદે આપ્યું છે. આ ગીત રીલિઝ થયા પહેલા પણ કોઇએ વિચાર્યું ન હતું કે આ ગીત આટલું હિટ થશે. તાજેતરમાં ગણેશ આચાર્યએ આ ગીતની કોરિયોગ્રાફી અને તેની પાછળની સ્ટોરી વિશે ખુલાસો કર્યો છે. ગણેશ આચાર્યએ જણાવ્યું કે, તેણે અલ્લુ અર્જુન અને સામંથા સાથે બે દિવસ રિહર્સલ કર્યા બાદ 'ઊ અંટવા'નું શૂટિંગ કર્યું.
Advertisement
Tags :
Advertisement

.